________________
૩ર૪.
હેમસમીક્ષા કલિકાલમાં ધર્મરાજસમા કુમારપાલના વ્યક્તિત્વના વિધાયક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય હતા. સર્વધર્મસમાનભાવથી પ્રશાન્ત વારિ સમું તેમનું હૃદય સમસ્ત જનતાને આકર્ષે શકતું; સર્વને ચિત્તને શાંતિ આપતું; સર્વના ચિત્તકવાને નિર્મળ કરી દેતું. | હેમચંદ્રાચાર્ય અને કુમારપાળને મેળ ગૂજરાતની સંસ્કૃતિ માટે એક અવિસ્મરણીય પ્રસંગ છે. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના મિત્ર બન્યા. તેનાથી જે કાર્ય આરંભ થયે, જે સુવર્ણયુગનું પ્રભાત ગૂજરાતને ઉજજવલ કરવા લાગ્યું, તે કુમારપાલના રાજ્ય દરમિયાન તેજસ્વી મધ્યાહ્ન સમું બન્યું. કુમારપાલ અને હેમચંદ્રાચાર્ય–રાજા અને ગી-કર્તા અને પ્રેરક-એ બંનેયના પ્રકૃતિ અને પુરુષના યોગ સમા સુભગ મેળે ગુજરાતનું નવસર્જન થયું અને ગૂર્જરસંસ્કારે તેની પરમ કટિએ પહોંચ્યા.
ऋजुरप्यतिचतुरः शान्तोऽप्याज्ञादिवस्पतिः । क्षमावानप्यधृष्यश्च स चिरं मामविष्यति ।। स आत्मसदृशं लोकं धर्मनिष्ठं करिष्यति । विद्यापूर्णमुपाध्याय इवान्तेवासिनं हितः ॥ शरण्यः शरणेच्छूनां परनारीसहोदरः । प्राणेभ्योऽपि धनेभ्योऽपि स धर्म बहु मंस्यते ॥ पराक्रमेण धर्मेण दानेन दययाज्ञया । अन्यैश्च पुरुषगुणैः सोऽद्वितीयो भविष्यति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org