________________
૩રર
હેમસમીક્ષા સિદ્ધરાજે ગૂજરાતને ઉજમાળે તેવા જ્યોતિર્ધરને પરખ્યા અને તેમણે તે રાજાને પરો . તેના પરિણામે સિદ્ધહેમચંશબ્દાનુશાસનનું સર્જન થયું. સિદ્ધરાજ જયસિંહના આ પ્રકારે મિત્ર અને આચાર્ય હોવા છતાંય, કુમારપાલને તે પિતા તરફ આકર્ષી શક્યા. કુમારપાલને તેમણે સામાજિક સુધારણાને વિધાયક બનાવ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે પોતે જ તેને વર્ણવ્યું છે:
HIRVચૌટું રાર્ષિઃ પરમાતઃ मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥१२ હેમચંદ્રાચાર્યની અપૂર્વ ઉપદેશશક્તિથી કુમારપાલના મનનું સમાધાન થયું; તેમની વીતરાગસ્તુતિઓથી તેનું ચિત્ત સર્વપ્રધાન બન્યું; અને યોગશાસ્ત્રના અભ્યાસે તેની પાછલી અવસ્થાને પ્રસાદ આપે. વીતરાગસ્તુતિમાં એક સ્થળે તેમણે સંતોષના અનુભવસિદ્ધ ઉદ્દગાર કાઢી જણાવ્યું છેઃ
श्राद्धः श्रोता सुधीर्वक्ता युज्येयातां यदीश तत् । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥१३
હે પ્રભુ, જે પરમ શ્રદ્ધાવાન શ્રોતા અને સુબુદ્ધિવાન વક્તાને ચાગ મળે તો કળિકાળમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય સર્વર પ્રસરી રહે છે.”
કુમારપાળ અને હેમચંદ્રાચાર્યને યોગ થતાં ગૂજરાત સામાજિક દૃષ્ટિએ અને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત નિર્મળ તેજસ્વી
૧૨. રીહેમચંદ્રાચાર્ય : અભિધાનચિંતામણિ : કાંડ. ૩. લે. ૩૭૬-૩૭૭. ૧૩. શ્રી હેમચંદ્રાચાર્ય : વીતરાગસ્તવ : પ્રકાશ૦ ૯. . ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org