________________
શેષપ્રયો
૩૧
તેમનુ પરિશીલન કરવાના સમય શી રીતે પ્રાપ્ત કર્યાં હશે ? કયારે પોતાના ગ્ર ંથેાની તેમણે રચના કરી હશે ? પાટણુના, જેસલમેરના, ખંભાતના—એમ અનેક ભંડારામાં તેમને વિશાળ ગ્ર ંથરાશિ, કહે છે કે, વહેંચાઈ ગયા. તેને મેટા ભાગ તે વિનાશ પામ્યા હાવે! જોઇ એ. તેમના કાળની હાથપ્રતે હજુ પણ પ્રાપ્ત થાય છે. ગ્રંથપ્રાપ્તિની સુગમતા તેમને રાજ્યાશ્રયને લીધે મળતી. સિદ્ધરાજે અને કુમારપાલે દેશપરદેશથી ઇષ્ટગ્રંથેાની હસ્તલિખિત તાડપત્રની પ્રતે તેમને ચરણે ધરી હતી. તે અનેક ગ્રંથૈાના પરિશીલનમાં, ગ્રંથાની યાજનાના કાય'માં અને રચનાના કાર્યમાં પણ રામચંદ્ર, ગુણુ, મહેદ્ર વગેરે વિદ્વાન શિષ્યોને! સમુદાય તેમને સહાયક થયા હશે. હૈમસારસ્વતનું આ પ્રકારના વાતાવરણમાં સર્જન થયું હશે.
અનુકૂળ સંજોગા અને માનવનું વ્યકિતત્વ-એ બન્નેનો મેળ અસાધારણ તેજને જન્માવે છે. હેમચંદ્રાચાર્યનુ વ્યકિતત્વ અદ્ભુત હતું. તેમના સંજોગો પણ વ્યકિતત્વને અહલાવે અને જ્યાતિમય બનાવે તેવા હતા. હેમચંદ્રાચાર્ય નું સમસ્ત જીવન તેજસ્વી હતું. તેમનું સાક્ષરજીવન જ આ કૃતિને વિષય છે; પણ એ તેા તેમના જીવનને એક ભાગ માત્ર છે. આચાર્ય શ્રીમાં આધ્યાત્મિક ઉજ્જવલતા સાથે અપૂર્વ માનવતા પણ હતી. અનેકાન્તવાદ તે તેમના જીવનનાં ગહનતમ ઉંડાણામાં ઊતર્યાં હતા. માનવસ્વભાવના ઉદ્દામ વિરાધાને તે પેાતાની આધ્યાત્મિક શક્તિથી ધટાવી શકયા હતા. આચાર્યશ્રીના સૌમ્ય ઉપદેશ આગળ, તેમના નિર્મળ વ્યકિતત્વ આગળ, સિદ્ધરાજની ઉદ્દામ મહત્ત્વાકાંક્ષા અને તેને તેજસ્વી સ્વભાવ એસરી જતાં.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org