________________
પરિશિષ્ટપ
૩૦૭
સ્વામી પ્રભવ આગળ કથાનકા કહે છે તેમાં એ કથાએના સમાવેશ થાય છે. આ ઉપરાંત પરિશિષ્ટપોન પટ્ટધાના ઇતિહાસ માટે અગત્યને ગ્રંથ છે. સ્થવિરાવલીઓ, પ્રાચીન પૂરાવાઓ અને આ પ્રકારના અન્ય ગ્રંથા સપ્રદાયની ઐતિહાસિક સ્થિતિ ઉપર અપૂર્વ પ્રકાશ નાખી શકે છે.
પરિશિષ્ટપની એ સારી આવૃત્તિએ મુદ્રિત સ્વરૂપમાં વિદ્યમાન છે. એક પ્રો. યાકેાખી સંપાદિત બિબ્લિથેકા ઈન્ડિકા સીરીઝ ના ૯૬. ( આવૃત્તિ બીજી ) અને બીજી ભાવનગરની પં. હરગાવિંદદાસની વિસ્તૃત પ્રસ્તાવના સહિત સ'પાદિત થયેલી આવૃત્તિ. પં. હગાવિંદદાસે, પ્રો. યાકાળીના કેટલાક આક્ષેપોને રક્રિયા આપવા પ્રયત્ન કર્યો છે. નિષ્પક્ષ અભ્યાસ માટે અભ્યાસક્રે બન્નેય આવૃત્તિઓની પ્રસ્તાવનાના અભ્યાસ કરવા ઘટે છે. એ તે દેખીતું જ છે કે અનેક વિવાદગ્રસ્ત પ્રશ્નો માટે આ નાનકડા પ્રકરણમાં સ્થાન ન હેાય
શ્રી હેમચદ્રાચાર્ય ની યાગશક્તિ, ઉપદેશશક્તિ, બુદ્ધિની પ્રખરતા, કાવ્યના જ્યોતિમય ઉન્મેષો જીવનના સંધ્યાકાલ સુધી એટલાજ પ્રબલ અને લેાકાત્તર હતા. હેમચંદ્રાચાર્ય જેવા યુગપ્રધાન આચાય'નું આખુ વ્યક્તિત્વ અનેરું હતું. તેમનું સાહિત્યસન અનેા' હતું : તેમના કીર્તિદેહને મૃત્યુ કત્યાંથી હોય ? પોતાના યુગને ઊષ્મા અને જ્યુતિ આપવાનું કાર્યાં એજ આ મહાપુરુષોનું જીવન છે. વિશ્વમાં યાપેલાં અંધકારપડાને પેાતાના વ્યક્તિત્વથી, પ્રતિભાથી, કત વ્યશીલતાથી તેઓ ભેદી નાખે છે, પરિસ્થિતિમાં સવ્યાપી પરિવર્તન આણી દે છે અને પેાતાના સચારપ્રદેશાને યુગે સુધી ઉજમાળી દે છે. તે યુપ્રધાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org