________________
પરિશિષ્ટ
૩૦૫ કરે છે, અને પુરી નામે નગરમાં બધાને ઉતારે છે. ત્યારપછી વજીસ્વામી પર્યુષણ પર્વ પુરીમાં ઊજવે છે.
સર્ગઃ ૧૩ :: આ સર્ગમાં આર્ય રક્ષિતનું વૃત્તાન્ત આવે છે. આર્ય રક્ષિત દશપુરમાં “દષ્ટિવાદ” નામે બારમા અંગનું અધ્યયન કરે છે; પછીથી ઉજજયિનીમાં વજીસ્વામીના ગુરુ ભદ્રગુપ્ત પાસે પૂર્વોનું અધ્યયન કરે છે. વધારે જ્ઞાન માટે ભદ્રગુપ્તના મરણ પછી, આર્ય રક્ષિત વિસ્વામી પાસે જાય છે. તેમની પાસે નવ પૂર્વને અભ્યાસ કરે છે. દશમા પૂર્વને અભ્યાસ શેડો થાય છે એટલામાં આર્ય રક્ષિતને જવાનું થાય છે. વજ દક્ષિણ પ્રદેશમાં જાય છે. વાસેન પટ્ટધર થાય છે અને વજીસ્વામી તેમના શિષ્યો સહિત વિદ્યાપિંડ નામની ટેકરી ઉપર અનશન કરીને દેહત્સર્ગ કરે છે. વજસ્વામીમાંથી બધાય જૈન સંપ્રદાયના વંશે ઉત્પન્ન થયા છે :
ये केचिनयनातिथित्वमगमन्ये वा श्रुतेर्गोचर
वंशास्तेषु तनुत्वमप्रमभजन्मूलं पुनः स्थूलताम् । नव्योऽसौ दशपूर्विणो मुनिपतेः श्रीवज्रसुरेगुरोः
वंशो यः प्रथमं दधाति तनुतां स्फाति पुरस्तात्पुनः ।।१०
પરિશિષ્ટપર્વમાં આ પ્રમાણે જબૂસ્વામીથી આરંભી વસેન સુધીના પટ્ટધરોની કથા તથા તેને અનુષંગી પ્રવર્તમાન થયેલાં એતિહાસિક કથાનકેને સંભાર શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથની રચના પિતાના જીવનના ઉત્તરકાલમાં
૧૦. પરિ. પર્વ. સગ ૧૭ લો. ૨૦૩ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org