________________
પરિશિષ્ટપર્વ
૩૦૧ :: સર્ગ : ૪:: સુધર્મા કાલધર્મને પામે છે. સુધર્મા ૫૦ વર્ષે મહાવીરના શિષ્ય બન્યા. ૩૦ વર્ષ સુધી મહાવીરના શિષ્ય રહ્યા. ૧૨ વર્ષ પછી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અને ત્યાર પછી આઠ વર્ષ –એટલે સો વર્ષની ઉંમરે કાલધર્મને પામ્યા. સુધર્મોની પાટે જખ્ખ આવ્યા અને વીર સંવત ૬૪માં નિર્વાણ પામ્યા. તેમના પછી કાત્યાયનગોત્રના પ્રભાવ આવ્યા.
:: સર્ગ : ૫ : : પ્રભવ પછી શયંભવ આવ્યા. શ. ભવ યજ્ઞકાંડી બ્રાહ્મણ હતા. તેમણે પ્રભવના ઉપદેશથી જૈનદીક્ષા સ્વીકારી. પટ્ટધર બન્યા. તેમણે પિતાના પુત્ર મણકને માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. એ આખી આખ્યાયિકા વિસ્તારપૂર્વક આ સર્ગમાં વર્ણવેલી છે. કુણિક રાજા રાજગૃહમાં રાજ્ય કરતો હતો.
:: સર્ગ : ૬ : : શયંભવ પછી યશભદ્ર પટ્ટધર બન્યા. તેમને બે શિષ્ય હતા – ભદ્રબાહુ અને સંભૂતિવિજય. ભદ્રબાહુના ચાર શિષ્યની આખ્યાયિકા આપવામાં આવી છે. ત્યાર પછી કુણિકના મરણ પછી ઉદાયી રાજગૃહ છેડી પાટલીપુત્રની સ્થાપના કરે છે. અને તેના અન્વયે અગ્નિકાપુત્રની કથા કહે છે. અગ્નિકાપુત્રના મૃતદેહની ખોપરીમાં પાટલીવૃક્ષનું બીજ પડયું હતું. તે સ્થાન પવિત્ર હતું અને જ્યોતિષીઓએ શુકન જોઈ ત્યાં પાટલીપુત્ર સ્થાપવા અનુમતિ આપી. ત્યાર પછી ઉદાયીને ઘાત તેના શત્રુના પુત્રે ભિક્ષુકના છૂપા વેશે કર્યો. તેના પછી એક હજામ અને ગણિકાને પુત્ર નન્દ પાટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org