________________
૨૯૯
પરિશિષ્ટપર્વ મહાવરે ઉત્તર આપે “અહીં વિદ્યુમ્માલી દેવ તેની ચાર પત્નીઓ સહિત પ્રસન્નચંદ્રનું કૈવલ્ય ઊજવવા આવ્યો છે. તે સાત દિવસ પછી ચવી રાજગૃહમાં ઋષભદત્તના પુત્ર જમ્મુ તરીકે અવતરશે. તે છેલ્લો કેવલી થશે.” આ પ્રમાણે મહાવીર બેલ્યા કે હાજર રહેલા દેવમાંના અનાદત નામે જખ્ખદીપના અધિષ્ઠાતા દેવે પિતાના કુળની પ્રશંસા કરવા માંડી. શ્રેણિકે એ દેવની વિચિત્ર રીત જોઈ ભગવાન મહાવીરને તેને સંબંધી પૂછ્યું. ભગવાન મહાવીરે જવાબ આપ્યો, “ઋષભદત્તને જિનદાસ નામે ભાઈ હતું. તે પ્રથમ જીવનમાં પાપી હતો. પરંતુ ઋષભદત્તની અસરથી તે પવિત્ર ન બને અને છેવટે દેવ બન્યો. પિતાના ભાઈ ઋષભદત્તના પુત્ર તરીકે છેલ્લા. કેવલી જબુનો જન્મ થવાનું છે તેથી તેને હર્ષ માતો નથી.” ત્યાર પછી મહાવીર શ્રેણિકના પૂછવાથી વિદ્યુમ્માલી દેવની પૂર્વકથા કહે છે. પ્રથમ ભવદત્ત-ભવદેવ-એ બે ભાઈ ઓની તે કથા કહે છે. તેમાંને ભવદેવ બીજા જન્મે, વિદેહદેશમાં વીતશોકા નગરીના રાજા પદ્યરથના પુત્ર શિવ તરીકે અવતરશે. અને એ શિવને જીવ જખ્ખ તરીકે અવતરશે એમ મહાવીર જણુવે છે. આ સાંભળી વિદ્યુમ્માલી દેવ પ્રસન્નચંદ્ર પાસે જઈ તેને નમસ્કાર કરે છે. પ્રસન્નચંદ્ર જણાવે છે કે તેની ચાર સ્ત્રીઓ પણ આવતા ભવે તેને પરણશે. આ પ્રમાણે પરિશિષ્ટ પર્વના પ્રથમ સર્ગનું વસ્તુ છે.
:: સર્ગ : ૨ : જમ્મતે જન્મ, તેને પ્રભવ સાથે મેળાપ, અને તેને પરણવા તૈયાર થયેલી કન્યાઓ વગેરેની જાણીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org