________________
૩૦૦
હેમસમીક્ષા કથા વર્ણવવામાં આવી છે. આ સર્ગમાં ખાસ ધ્યાનમાં લેવા જેવી તે નીતિકથાઓ (Fables) છે. દા. ત. ૧. મધુબિંદુદિષ્ટાન્ત; ૨. પોતાના પુત્રને પરણનાર કુબેરદત્તાની વાત; ૩. મહેશ્વરદત્તાની કથા; ૪. કાચ પાક કાપી નાખનાર બક ખેડુતની કથા; ૫. મરેલા હાથી અને કાગડાની કથા; ૬. વાંદરાવાંદરીની કથા; ૭. કોલસાવાળાની વાત; ૮. ઝાંઝરવાળી સ્ત્રી
અને ઘરડા શિઆળની વાત, ૯. કામાતુર વિદ્યાધર વિન્મા- લીની કથા; ૧૦. શંખ ફેંકનારની કથા; અને ૧૧. શિલાજીત - અને વાંદરાની કથા.
:: સર્ગ : ૩ :: ૧૨. બુદ્ધિ અને સિદ્ધિ એમ બે - સ્ત્રીઓની કથા. ૧૩. ઉત્તમ ઘેડાની કથા. ૧૪. મૂર્ખ છોકરાની વાત. ૧૫ સલ્લક કથા. ૧૬. માસાહસ-કથા. ૧૭. ત્રણ મિત્રની વાત. ૧૮. બ્રાહ્મણપુત્રી નાગશ્રીની કથા. ૧૯. લલિતાંગ કથા. આ કથાઓ નીતિકથાઓ (Fables)ની દૃષ્ટિએ ઘણી ઉપયોગી છે. એક બાબત સમજવાની આવશ્યકતા છે કે આ - જમાનામાં બૃહત્કથાની અદ્દભુતરસ સંતોષતી અલકમલકની વાતે સામાન્ય જનતામાં પ્રચલિત હતી અને તેને ઉપયોગ જૈન વિદ્વાનેએ નીતિ અને ધર્મના ઉપદેશમાં કર્યો. જમ્મુને પ્રત્યેક કન્યા તેને દીક્ષા ન લેવા સમજાવવા વાર્તા કહે છે અને જમ્મુ સંસારત્યાગ કરવાની તરફેણમાં વાર્તા કહે છે, એવી રીતે આ વાર્તાઓનું આયોજન કરવામાં આવ્યું છે. છેવટે જમ્મુ પાંચમા ગણધર સુધર્મા પાસે પ્રવજ્યા લે છે. પ્રભવ પણ પોતાનાં માતાપિતાની અનુમતિ લઈ પ્રવજ્યા લે છે અને - જમ્મુના શિષ્ય બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org