________________
૨૮૮
હમસમીક્ષા પર્વના બે વિભાગે અત્યંત ઉપયોગી છે. એક તો કુમારપાલનું ભવિષ્યથનરૂપે આલેખેલું ચરિત અને શ્રીહેમચંદ્રાચાર્યે ત્રિ. શ. પુ. ચ. ની રચેલી અંત્યપ્રશસ્તિ. અંત્યપ્રશસ્તિ કેટલેક ભાગ તો આ પ્રકરણના આરંભમાં મૂકવામાં આવ્યું છે, પરંતુ આખીય પ્રશસ્તિ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ સર્ગ ૧૨ માં કુમારપાલના ચરિતને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પાટણનું, કુમારપાલનું, તેના રાજ્યવિસ્તારનું, કુમારપાળે પાટણમાં જિનપ્રતિમાની સ્ફટિકમય પ્રાસાદમાં સ્થાપના કરી તેનું, તથા બીજી અનેક બાબતનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. રાજ્યવિસ્તારનું વર્ણન કરતાં તે વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે
તે રાજા ઉત્તર દિશામાં તુરુષ્ક સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી, અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે.”૧૮
શ્રી હેમચંદ્રાચાર્ય સાથે મેળાપ માટે નીચે મુજબ જણાવવામાં આવ્યું છેઃ
એક વખતે વજશાખા અને ચાંદ્રકળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. + + + આચાર્ય જિન
૧૮. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦. સર્ગ ૧૨. . ૩૭-૯૬. કુમારપાલનું કથાનક કહેવામાં આવ્યું છે. . પર માં ઉપરની સીમા કહેવામાં આવી છે.
स कौबेरीमातुरुष्कमैन्द्रीमात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमाम्भोधि पश्चिमा साधयिष्यति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org