________________
ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત
૨૮૯ ચૈત્યમાં ધર્મદેશના દેતા હતા ત્યાં તેમને વંદના કરવા માટે પોતાના શ્રાવક મંત્રીઓ સાથે તે રાજા આવશે. તત્વને નહિ જાણવા છતાં પણ શુધણાવથી આચાર્યને વાંદરો. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિ પૂર્વક સાંભળીને તે રાજા સમકિ તપૂર્વક અણુવ્રત સ્વીકારશે. અને પછી સારી રીતે બોધ પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારને પારગામી થશે.”૧૯
સોમપ્રભના કુમારપાલપ્રતિબંધના આરંભના સ્થાનક સાથે આ વર્ણનને કાંઈક સરખાપણું છે; એટલે ઐતિહાસિક સત્યની દૃષ્ટિએ પણ આચાર્યશ્રી સાથે કુમારપાલનો સંબંધ વાગભટ સમાન જૈનમંત્રીઓની પ્રેરણાથી વધારે દૃઢ બન્ય અને જૈન ધર્મ પ્રત્યે તેને આધ્યાત્મિક ભાવ તેમના સહૃદય ઉપદેશથી સારી રીતે ઢળે.
કાવ્યની અને શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ તે આ કાવ્યની વાતજ શી કરવી છે તેમાં પ્રસાદ છે, ક૯પના છે, શબ્દનું માધુર્ય છે, સરળતા છતાંય ગૌરવ છે. આ નાના પ્રકરણમાં આ બધુંય બતાવવા માટે શી રીતે અવતરણે આપવાં? જિજ્ઞાસુને તો મૂળ ગ્રંથ જેવા માટે જ ભલામણ કરવી રહી. “એક પરિશીલન કરનાર કહે છે કે એ ગ્રંથ આખાય સાધંત વાંચવામાં આવે તે સંસ્કૃત ભાષાના આખા દેશને અભ્યાસ થઈ જાય તેવી તેની ગોઠવણ છે.”૨૦
૧૯. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦. સર્ગ ૧૨. લે. ૫૩-૫૮.
૨૦. મેતીચંદ ગિ. કાપડિયા “હેમચંદ્રાચાર્યની કૃતિઓ” પ્રસ્થાન. વૈશાખ ૧૯૯૫ પાન ૫૪.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org