________________
પરિશિષ્ટપર્વ
૨૩ પ્રત્યેક પર્વના અંતે પુષિકામાં સ્થવિરાવલીચરિત મહાકાવ્ય એ નામોલ્લેખ પણ દષ્ટિગોચર થાય છે.'
આચાર્યો ઉપદેશ આપતી વખતે, પ્રાચીન દષ્ટાન્ત, ટૂચકાઓ, અને પુરગામી યુગપ્રધાન પુરુષનાં કથાનકે ટાંકી ધર્મોપદેશને રેચક અને રમ્ય બનાવતા. એકઠા થયેલા પરંપરાગત કથાનકસાહિત્યમાં આ પ્રકારની વૈવિધ્યવાળી પૌરાણિક વાતો, ટુચકાઓ, પ્રાચીન સ્થવિરાનાં જીવનવૃત્તાન્ત વગેરે આવી જતાં. ધર્મના પરેપરાગત વિસ્તારમાં પ્રાચીન પૂર્વધરેએ જે ભાગ ભજવ્યો તેનાં કથાનકે પણ શ્રમણવર્ગમાં ગુરુશિષ્ય પરંપરાએ જીવતાં રહેતાં. પ્રથમ દશ આગમગ્રંથ ઉપર ભદ્રબાહુએ નિર્યુક્તિઓ લખી છે. તેમાં પણ આવાં કથાનકના સાદા ઉલ્લેખ છે. આવાં કથાનકોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે તેમાં નથી; કારણ કે તે તો માત્ર ગાથામાં જ સૂત્રોને માયનો બતાવી દે છે. ત્યાર પછી સૂત્રો અને નિયુક્તિઓને વિસ્તારથી સમજાવતી પ્રાકૃત ચૂર્ણ લખાઈ. આ ચૂર્ણએમાં આ કથાનકને વિસ્તારવામાં આવ્યાં છે. આ ચૂર્ણને પણ વિસ્તારથી સમજાવતી ટીકાઓ પાછળથી લખવામાં આવી. આવશ્યસૂત્ર, નિર્યુક્તિ અને ચૂર્ણ—એ બધાયને વિસ્તારથી સમજાવતો ટીકા હરિભદ્ર
૪. ત. પરિ. પર્વ, સર્ગ ૧૩ અંત્યપુપિકા ત્યચાર્યશ્રીहेमचन्द्रविरचिते परिशिष्टपर्वणि स्थविरावलीचरिते महाकाव्ये आर्यरक्षितव्रतग्रहणपूर्वाधिगमवज्रस्वामिस्वर्गगमनतद्वंशविस्तारवर्णनो नाम ત્ર : સ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org