________________
૨૮૬
હેમસમીક્ષા કન્યા તરફથી જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અણવર ઉપર કૌતુકધવલ ગાવાને આ પ્રમાણે આરંભ કર્યો.-- -જવરવાળો માણસ જેમ સમુદ્રનું શોષણ કરવાની ઈચ્છાવાળે હેય તેમ લાડવા ખાવાને કચા મનથી આ અણવર શ્રદ્ધાળુ થયો છે? તરે કાંદા ઉપર મન માડે તેમ આ અણવર શા માટે માંડા ઉપર મન માંડી રહ્યો છે ? જાણે પહેલાં જન્મથી જ વડાં ન જોયાં હોય તેમ આ અણવર રાકના બાળકની માફક શા સારું વડાં ખાવા લલચાય છે? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ જાચક તેમ સોપારીમાં આ અણવર કયા મનથી ઈચ્છા કરે છે જેમ વાછડો ઘાસમાં શ્રધ્ધાળુ થાય તેમ આ અણવર આજે કચા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયો છે? માખણના પિંડ ઉ ર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અણવર કયા મનથી ચુરમા ઉપર લલચાયો છે? કયારડાના કાદવ ઉપર જેમ પાડે ટાંપી રહે તેમ આ અણવર અત્તર વગેરે ઉપર શું કામ ટાંપી રહ્યો છે? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અણવર પુષ્પમાળની ઉપર ચપળ લોચન કરી શા સારું મન બાંધી રહ્યો છે?” ––આવાં કૌતુકધવળથી કાન અને મુખ ઉંચાં કરીને કૌતુકથી સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લોકને વિષે આ -વ્યવહાર બતાવવો યોગ્ય છે એમ ધારીને વિવાદમાં નીમાયેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા.”૧૬
૧૬. ત્રિ. સ. પુ. ચ. પર્વ છે. સર્ચ ૨. લો. ૮૫૪-૮૬૪. કેટલાક લેકે નીચે દાખલા તરીકે ઉતાર્યા છે?
ज्वरीवाऽब्धिं शोषयितुं मोदकान् परिखादितुम् । श्रद्धालुरनुवरको मनसा केन नन्वसौ ॥ ८५५ ॥ मण्डकेभ्योऽखण्डदृष्टिः कान्दुकस्येव कुकुरः स्पृहयालुरनुवरो मनसा केन नन्वसौ ॥ ८५६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org