________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
૨૮૩ અને શમણેજ મદદગાર રહેતા. કેટલીકવાર વિદ્વાન ઉપાસકે પણ એ જાતની સહાય કરતા.૧૧ આ પ્રકારે અનેક ઉપકરણે અને વિદ્વાન શિષ્યોની મધ્યમાં રહીને હેમચંદ્રાચાર્ય ગ્ર લખતા હોય છે તેમાં આશ્ચર્ય નથી. રામચંદ્ર, ગુણચંદ્ર, મહેન્દ્ર વગેરે પ્રકાંડ પંડિત, પ્રતિભાસંપન્ન વિચારકે અને ક્રાન્તદશ કવિઓ હેમાચાર્યના પ્રસિદ્ધ શિષ્ય હતા. આવા શિષ્ય-- મંડળ વચ્ચે રહીને પોતાની પ્રજ્જવલ પ્રતિભા અને અમેય વ્યુત્પત્તિને વેજી આ મહાસાગર સમા ગ્રન્થને રચી કાઢ તે શ્રી હેમચંદ્રાચાર્યને એક આનંદપ્રદ અને ઘણે અંશે સરળ. વસ્તુ બની હશે. આ ઉપરાંત અનેક પૂર્વાચાર્યોની કૃતિઓ પણ તેમની સમક્ષ હતી જ. હેમચંદ્રાચાર્યની આ કૃતિને વાંચનાર મનુષ્યને શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જૈનતત્ત્વજ્ઞાન, જૈન પૌરાણિક કથાઓ, ઈતિહાસ, તીકનાં પાવન ચરિતો વગેરે અનેક વસ્તુઓ એક સાથે ઉપલબ્ધ થાય છે. ધાર્મિક ઉપરાંત અનેક વ્યાવહારિક સત્યો પણ તેમાંથી સમુપલબ્ધ થાય છે. હેમચંદ્રાચાર્યે ત્રિ. શ. પુ. ચ. માં મૂકેલાં વ્યાવહારિક અને પારમાર્થિક સામાન્ય વિધાનને ભેગાં કરીને એક વિદ્વાને પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે.૧૨ હેમચંદ્રાચાર્ય મહાકવિ, તત્વજ્ઞાની અને યોગી હોવા છતાં પણ વ્યવહારપ્રણાલીને ઉંડા પારખનાર હતા એ સિદ્ધ કરે છે.
૧૧. મુનિશ્રી પુણ્યવિજયજી: “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” પા. ૧૦૭. પુસ્તક કેવી રીતે તે કાળે સંશોધિત કરાતાં, તેની નકલ કરતી વગેરેની પરના ગ્રંથમાંથી સવિસ્તર માહિતી મળે છે.
૧૨. મુનિશ્રી જયંતવિજય: હેમચંદ્ર-વચનામૃત (વિજયધર્મસૂરિ ગ્રન્થમાળા). આ ગ્રંથમાં ત્રિ. શ. પુ. ચ. માંનાં વચનામૃતોને સંગ્રહ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org