________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
૨૧ નવમું પર્વ: આમાં શ્રી પાર્શ્વનાથજીનું તથા બ્રહ્મદત્ત નામના બારમા ચક્રીનું ચરિત મળી બે મહાપુરુષોનાં જીવનચરિત છે.
દશમું પર્વ : આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવનચરિત છે. બધાં પ કરતાં આ પર્વ વિસ્તારમાં મોટું છે. આખા પર્વમાં કુલ તેર સર્ગ અને ગ્રંથકારની પ્રશસ્તિ છે. આ પર્વમાં
શ્રેણિક, કેણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજા, હલવિહલ, મેવકુમાર, નંદીષેણ, ચેલણા, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાલિ, શતાનિક, ચંડપ્રદોત, મૃગાવતી, યાસાસાસા, આનંદાદિ દશ શ્રાવકે, ગોશાલક, હાળીક, પ્રસન્નચંદ્ર, દુદ્રાંકદેવ, ગૌતમસ્વામી, પુંડરીક-કંડરીક, અંબડ, દશાર્ણભદ્ર, ધનાશાલિભદ્ર, રૌહિણેય, ઉદાયન–શતાનિક પુત્ર, છેલ્લા રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલકેવળી, કુમારનંદી સોની, ઉદાયિ, કુળવાવુક, અને કુમારપાળ રાજા વગેરેનાં ચરિત્ર અને પ્રબંધ ઘણું અસરકારક વર્ણવેલાં છે. તેમાં પણ શ્રેણિક, કાણિક, અભયકુમાર, આદ્રકુમાર, દદ્રાંકદેવ, છેલ્લા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વગેરેનાં વૃત્તાન્તો તે ઘણુંજ વિસ્તારવાળાં છે; જેમાંથી કેટલેક વિભાગ અન્ય ગ્રંથમાં અલભ્ય છે. પાંચમા અને છઠ્ઠા આરાનું તથા ઉત્સર્પિણી કાલનું ભાવી વૃત્તાંત પણ ઘણું વિસ્તારથી આપેલું છે. આ અને બીજી અનેક હકીકતથી પરિપૂર્ણ આ ચરિત છે. ”
આ મહાન ગ્રન્ય શ્રી હેમચન્દ્રાચાર્યે ઉત્તરાવસ્થામાં કેવી રીતે લખ્યો હશે? ૩૬૦૦૦ કપૂર ગ્રન્થ લખો એ
૯. ત્રિ. સ. પુ. ચ. (ગુજરાતી ભાષાંતર) પર્વ ૧૦ પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org