________________
૨૮૦
હેમસમીક્ષા છઠ્ઠ પર્વ : શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરેનાં, ચાર ચક્રીનાં અને બે વાસુદેવ, બે બળદેવ તથા બે પ્રતિવાસુદેવ એમ ૧૪ મહાપુરુષનાં ચરિત છે. તેમાં પણ ચાર ચક્રીમાં કુંથુનાથજી અને અરનાથજી તેજ ભવમાં ચક્રી થયેલા હોવાથી તેમની બે ચક્રી તરીકે પણ ગણના કરવામાં આવી છે.
સાતમું પર્વ: આ પર્વમાં શ્રી નમિનાથજી, દશમાં અગીઆરમા ચક્રી હરિણ અને જય અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ – રામ લક્ષ્મણ, તથા રાવણનાં ચરિત મળી ૬ મહાપુરુષોનાં ચરિત છે. આ પર્વને માટે ભાગ રામચંદ્રાદિનાં ચરિતમાં રોકાયેલે હેઈ તેને જેન રામાયણ અથવા પદ્મચરિત પણ કહેવાય છે. આ પર્વનું વસ્તુ વિમલના પ્રાકૃત ભાષામાં રચેલા “પઉમચરિય’ના વસ્તુ સરખું જ છે.
આઠમું પર્વ: આઠમા પર્વમાં, શ્રી નેમિનાથજી તથા નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ -કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધનાં મળી ૪ મહાપુરુષોનાં ચરિતે છે. પાંડ નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિતાને સમાવેશ પણ આ પર્વમાં કરવામાં આવ્યો છે. આ પર્વની વસ્તુ જેન હરિવંશપુરાણ તરીકે પણ ઓળખાય છે. દિગંબર કવિ જિનસેનનું સંસ્કૃતમાં રચેલું હરિવંશપુરાણું ખુબજ પ્રખ્યાત છે. તે ઉપરાંત અપભ્રંશ કવિઓ-જેમકે, સ્વયંભૂ, ધવલ વગેરેએ પણ પિતાનો હાથ આ વિષય ઉપર અજમાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org