________________
હેમસમીક્ષા ચેયનું ફલ, પાદમયી દેવતાનું સ્વરૂપ, પંચમયી દેવતાનું સ્વરૂપ, મંત્રના અધિપતિનું ફલ, પંચ પરમેષ્ટી મંત્ર, પંચ પરમેષ્ટી વિદ્યા, પંદર અક્ષરની વિદ્યા, હીંકાર વિદ્યાનું ધ્યાન, આઠ અક્ષરની વિદ્યા વિગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે. આ પરિભાષામાં શુભચંદ્રના જ્ઞાનાર્ણવની અસર સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. પદસ્થ ધ્યેયમાં કઈ પણ મંત્રાક્ષને ધ્યાનમાં રાખી ધ્યેયનું ચિંતન કરવું તે સામાન્યતા પદસ્થ ધ્યેય કહેવાય છે.
પ્રકાશઃ ૯ઃ ગ્લૅક : ૧૬ : આ પ્રકાશમાં રૂપસ્થ ધ્યેયના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, દાખલા તરીકે અરિહંતના અનેક અતિશયોથી વિભૂષિત સ્વરૂપનું આલંબન કરી ધ્યાન ધરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય. છેવટમાં આચાર્યશ્રી જણાવે છે કે આ જગતમાં કૌતુકથી પણ ખોટાં ધ્યાને સેવવાં નહિ કેમકે તે સેવ્યાં હોય તે સાધકનો નાશ જ આવે છે. મેક્ષનું અવલંબન કરનારાઓને સર્વસિદ્ધિઓ પિતાની મેળે જ સિદ્ધ થાય છે; બીજાને તે સિદ્ધિઓ થાય અથવા ન થાય, પરંતુ સ્વાર્થભ્રંશ તે થાય જ.
પ્રકાશ : ૧૦ : શ્લેક :૨૪: આ પ્રકાશમાં રૂપાતીત ધ્યાનની ચર્ચા આરંભમાં કરવામાં આવી છે. અમૂર્ત, ચિદાનન્દસ્વરૂપ, નિરંજન એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપરહિત – રૂપાતીત – ધ્યાન છે. ત્યાર પછી રૂપાતીત ધ્યાનના ભેદ આપવામાં આવેલા છે. આજ્ઞાવિચય ધ્યાન, અપાયવિચય ધ્યાન, વિપાકવિચય ધ્યાન, સંસ્થાનવિય ધ્યાન વગેરેની ચર્ચા પછીથી કરવામાં આવી છે. ધર્મધ્યાન ધરવાથી સ્વર્ગલેક પ્રાપ્ત થાય છે અને છેવટે મોક્ષ પદને સાધક પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org