________________
૨૫૮.
હેમસમીક્ષા દેની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી ચાર શિક્ષાબતેની ચર્ચા કરવામાં આવી છે : ૧. સામાયિક વ્રત; ૨. દેશાવકાશિકવ્રત, ૩. પૌષધવ્રત, ૪. અતિથિવિભાગવત. આ પ્રમાણે બીજા પ્રકાશનાં પાંચ અણુવ્રત સાથે, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રતે મળી શ્રાવકના આચારનાં બારવ્રતાના સ્વરૂપની વિસ્તૃત ચર્ચા આચાર્યશ્રીએ કરી છે. ગૃહસ્થને અનુલક્ષી આ ગ્રંથની રચના કરવામાં આવેલી છે એટલે અણુવ્રતની ચર્ચા તે આવશ્યક જ હેય. આમ વ્રતના સ્વરૂપની ચર્ચા ક્ય પછી, પાંચ અણુવ્રતના અતિચાર, ત્રણ ગુણવ્રતોના અતિચાર તથા ચાર શિક્ષાત્રતાના અતિચાર વર્ણવવામાં આવ્યા છે. ત્યાર પછી મહાશ્રાવકપણું અને મહાશ્રાવકની દિનચર્યા કહેવામાં આવી છે. શ્રાવકને માર અને શ્રાવકની છેવટની ક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રકાશ: ૪ઃ કઃ ૧૩૬ : આત્મા અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એક્તા સિદ્ધ કરી, સંસાર અને મોક્ષનું સ્વરૂપ આચાર્યશ્રી વર્ણવે છે. સંસારના કારણભૂત કષાયો છે અને કષાયોની કારણભૂત ઈન્દ્રિય છે. કષાય તથા ઈન્દ્રિયો એ બંનેનાં સ્વરૂપની ચર્ચા આચાર્યશ્રી કરે છે. મન શુદ્ધિની આવશ્યક્તા, રાગદ્વેષને જીતવાને ઉપાય, સમભાવનું સ્વરૂપ, બાર ભાવનાનું સ્વરૂપ, ધ્યાન અને તેનું સ્વરૂપ, મિત્રી પ્રમોદાદિ ભાવનાઓ અને આસનનું સ્વરૂપ વગેરે વર્ણવવામાં આવ્યાં છે.
પ્રકાશ: ૫: લેક ર૭૫ : આ પ્રકાશથી યોગશાસ્ત્રને બીજે વિભાગ શરુ થાય છે. આમાં પ્રાણાયામના પ્રકારે કુંભક, રેચક, પૂરક વગેરેનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org