________________
૨૫૬
હેમસમીક્ષા અમૃતની ધારા વર્ષાવતાં તેનાં આ વચનથી જેમને પ્રથમને સંતાપ શાંત થઈ ગયો છે એવા તે હેમાચાર્યો વામરાશિને બેવડી છવાઈ બંધાવી આપવાની કૃપા કરી.”૧૪
ઉપરનાં વચને યોગશાસ્ત્રની લોકપ્રિયતા તથા વિસ્ત્રિયતા સિદ્ધ કરવા માટે પૂરતાં છે.
યોગશાસ્ત્રની રચના ગૃહસ્થજીવનને અનુલક્ષીને કરવામાં આવી છે. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યેગશાસ્ત્રને હેતુ છે. ગૃહસ્થની મેચ્છા સુભગ રીતે પાર પડે તેટલા માટે સરળ અને કપ્રિય ભાષામાં આખા ગ્રંથને વિસ્તાર કરવામાં આવ્યો છે. તેના ઉપર હેમચંદ્રાચાર્યે વિસ્તૃત વૃત્તિ લખી છે. અને તે વૃત્તિની વચ્ચે વચ્ચે બેધક અને રેચક ઉપદેશ વણ દેવામાં આવ્યું છે. જેને સંપ્રદાયમાં પ્રચલિત અનેક વાર્તાઓને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કારણને લીધે ધાર્મિક વ્યાખ્યાનકારને પણ એ ગ્રન્થ ગમી જાય તેવો છે. ઉપદેશની વ્યાપતા અને સર્વસામાન્યતા ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવે તેવાં છે. આવાં અનેક કારણોને લીધે યોગશાસ્ત્ર જોકપ્રિયતા પ્રાપ્ત કરી હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
૧૪. મેરૂતુંગઃ પ્ર. ચિં. પ્રકાશ. ૪. પાન. ૯૧-૯૨. (વામરાશિપ્રબંધ)
आतंककारणमकारणदारुणान्तं वक्रेण गालिगरलं निरगालि येषाम् । तेषां जटाधरफटाधरमण्डलानां श्रीयोगशास्त्रवचनामृतमुज्जिहीते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org