________________
ચોગશાસ્ત્ર
૨પટ છે અને તેનાથી પ્રાપ્ત થતાં ફળ વગેરેનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ધ્યાન, ધારણું ભૌમાદિમંડલ વાયુજ્ઞાનનો ઉપયોગ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. સ્વને કરીને, શુકનેએ કરીને, યત્રાદિએ કરીને થતા કાલજ્ઞાનને, એટલે કે મૃત્યુ કયારે થવાનું છે એ જ્ઞાનને, ઉલ્લેખ કર્યો છે. નાડીશુદ્ધિ, બિંદુજ્ઞાન વગેરેની પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી પરકાયપ્રવેશનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રકાશ : : ક ૮: આરંભમાં જ આચાર્યશ્રી જણાવે છે કે પરકાયપ્રવેશની સિદ્ધિ થાય અથવા ન પણ થાય. પરકાયપ્રવેશ આશ્ચર્યકારક વાત છે એટલે તે વર્ણવવામાં આવી છે. પાતંજલ યોગસૂત્રમાં પણ પરકાયપ્રવેશસિદ્ધિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારની સિદ્ધિઓ મોક્ષમાર્ગ માંથી સાધકને પાડી નાખે છે. ત્યારપછી પ્રત્યાહાર, ધારણસ્થાને અને ધારણાલનું વિવેચન આચાર્યશ્રીએ કરેલું છે.
પ્રકાશ: ૭ : શ્લેક: ૨૮ : ધ્યાન ધરવા ઈચ્છતા મનુષ્ય ધ્યાતા, ધ્યેય અને ધ્યાનને કેમ જાણવો જોઈએ, કારણ કે સામગ્રી વિના કાર્યો કદી પણ સિદ્ધિ પામતાં નથી. આ પ્રમાણે ધ્યાન કરવા ઈચ્છતા મનુષ્યને ક્રમ; ધ્યાન ધરનારનું સ્વરૂપ, એયનું સ્વરૂપ અને પાંચ પ્રકારની ધારણું–પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ–નું વિવેચન કરવામાં આવ્યું છે. બેય ચાર પ્રકારનાં વર્ણવવામાં આવ્યાં છે? પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત. તેમાં પિંડસ્થ બેય સર્વોત્તમ છે. અંતના કેમાં પિંડસ્થ ધ્યેયનું માહાત્મજણવવામાં આવેલું છે.
પ્રકાશ : ૮: શ્લોક ૮૨ : પદસ્થ ધ્યેયનું સ્વરૂપ પદસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org