________________
સ્તવને
૨૩૩ અન્યમતવાદીઓનાં શાસ્ત્રોને સદોષ ઠરાવી વિવિધ પ્રકારે બહુ તેજસ્થી વાણીમાં જિનશાસનની મહત્તાને પ્રતિપાદન કરી છે. હેમચંદ્રાચાર્યને સુદઢ વિશ્વાસ છે કે જેનેતર આગમોમાં હિંસા વગેરેનાં વિધાન છે; તેથીજ પૂર્વાપરવિરધરહિત યથાર્થ વાદી જિન ભગવાનનું હિતોપદેશી શાસન જ પ્રામાણિક હેઈ શકે છે. આ પ્રમાણે જિનશાસન સર્વોત્કૃષ્ટ અને કલ્યાણરૂપ હેવા છતાં પણ જે લેક જિનશાસનની ઉપેક્ષા કરે છે, તે એ લેકોના દુષ્કર્મનું જ ફળ સમજવું જોઈએ. હેમચંદ્રાચાર્ય છેવટે ઘોષણું કરીને જણાવે છે કે વીતરાગથી પર કઈ તત્ત્વ નથી અને અનેકાન્ત સિવાય કોઈ ન્યાયમાર્ગ નથીઃ
इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे न वीतरागात्परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२१
છેવટે આચાર્યશ્રી જિનદર્શન તરફ પિતાનો પક્ષપાત અને અન્ય દર્શને તરફ દ્વેષભાવનું નિરાકરણ કરતાં પોતાની સમદૃષ્ટિવની ભાવનાને વ્યક્ત કરે છે અને યથાર્થવાદના કારણે જિનશાસનની મહત્તા સિદ્ધ કરે છે –
न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥२२
૩. વીતરાગસ્તોત્ર આ બન્નેય દ્વાર્નાિશિકાઓ કરતાં “વિતરાગસ્તોત્ર પ્રકાર જુદાજ છે. દ્વાત્રિશિકાઓ દાર્શનિક તત્ત્વથી ઓતપ્રેત
૨૧. અગવ્યવદાવિંશિકા. શ્લો. ૨૮, ૨૨. અગવ્યવદદ્વાચિંચિકા. . ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org