________________
સ્તવને
૨૪૫
તેમણે સોમનાથની પૂજા વખતે કહ્યું હતું એમ પ્રબંધકારનું માનવું છે. એ ક નીચે પ્રમાણે છે.
भव बीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥४०
“જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !”
ઉપર લેક આખાય સ્તોત્રની ભાવના વ્યક્ત કરે છે. શ્રીહરિભદ્રસૂરિએ પણ મહાદેવાષ્ટક લખ્યું હતું. તે પ્રણાલીને અનુસરી શ્રી હેમચંદ્રાચાર્યે આ સ્તોત્ર લખ્યું . તે ઉપરાંત પાશુપતેનું જેર ગૂજરાતમાં ઘણું હતું અને સોમનાથનું જ્યોતિલિંગ ગૂજરાતમાં રાજા અને પ્રજા ઉભયને માન્ય હતું; એટલે પણ આ પ્રકારનું સ્તોત્ર લખવું શ્રીહેમચંદ્રાચાર્યે સુયોગ્ય ધાર્યું હોય. તેત્ર સરળ છે અને દાર્શનિક પ્રૌઢી જેવું એમાં કાંઈ પણ નથી.
૪૦. મેરૂતુંગઃ પ્રબંધચિંતામણિઃ પ્રકાશ, ૪. પાન. ૮૫. (સિંધી સીરીઝની આવૃત્તિ) ચંદ્રપ્રભસૂરિ: પ્રભાવકચરિતઃ હેમચંદ્રસરિપ્રબંધ : પા. ૩૧૭. (નિર્ણયસાગર આવૃત્તિ): . ૩૪૫, ૩૪૬ પછી ઉપર લેક ટાંકેલો છે:
पर्वतादवतार्याधः श्रीसोमेश्वरपत्तनम् । ययौ श्रीहेमचन्द्रेण सहितश्च शिवालयम् ॥ ३४५ ॥ सूरिश्च तुष्टुवे तत्र परमात्मस्वरूपतः ननाम चाविरोधो हि मुक्तेः परमकारणम् ॥ ३४६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org