________________
૪૪
હેમસમીક્ષા
ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ !
કુંઠિત હોય તેય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જે મારી આ વાણી ઉત્કંઠિત થાય તે તે વાણું ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીને શો ઉપયોગ છે!
હું આપને ભૂત્ય છું, દાસ છું, કિકર છું; “સારું” એમ કહીને હે નાથ, તું મારે સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતે નથી!”
વીતરાગસ્તવમાં કેટલેક સ્થળે આપણે જોયું તેમ ભક્તિભાવ પ્રધાન છે. એમ છતાં પણ પણ હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા સ્થળે સ્થળે ઝળકે છે. - સૌમ્ય વાચકના ચિત્તને અદ્દભુત રીતે પરમાત્મપરાયણ અને નિર્મળ બનાવવાની વીતરાગસ્તવની સંપૂર્ણ શક્તિ છે. એનું પારાયણ કરતી વખતે આપણને જરૂર લાગશે કે તે હૃદયસ્પર્શી આર્ષ સર્જન છે.
૪. મહાદેવસ્તુત્ર મહાદેવસ્તાત્ર ૪૪ કાનું છે. તે પણ અનુષ્યભ છંદમાં લખાયેલું છે. છેલ્લે શ્લેક આર્યા છે. આ સ્તોત્ર આપણે જોઈ ગયા તેમ ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢીવાળું નથી. પરંતુ મહાદેવને ખરે અર્થ સમજાવવા માટે જ આ સ્તોત્રની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી. મૂળ દલીલ એ છે કે જે મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો અમારે મન તે જિન જ છે. છેવટનો શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org