________________
-
૨૩૬.
હમસમીક્ષા વીતરાગ પ્રભુની સેવામાં હાજર રહેલાં છે. તેનું વર્ણન આ પ્રકાશમાં કરવામાં આવ્યું છે.
ઉપરના પ્રકાશમાં ભક્તિભાવ પ્રધાન છે. એક શ્રદ્ધાયુક્ત વીતરાગભક્ત જેમ મહાવીર પ્રભુના અપૂર્વ અતિશયોનું આલેખન કરે તેવી રીતે ભક્તિપૂર્ણ હદયે શ્રી હેમચંદ્રાચાર્યે પ્રથમ પાંચ પ્રકાશમાં મહાવીરની સ્તુતિનું આલેખન કરેલું છે.
પ્રકાશઃ ૬ : લે. ૮: આ પ્રકાશમાં અન્ય દેવોને માનનારા, પરસંપ્રદાયી સામે શ્રી હેમચંદ્રાચાર્ય વાદ કરે છે. “અન્ય સંપ્રદાયના દેવો કોપ વગેરે દૂષણેથી દૂષિત છે. જો એ વિરક્ત – વીતરાગ હેય–તે તે તું જ છે. એટલે એ દેવ તારાથી જુદા નથી; જે રાગવાળા એ દેવ હોય તો એ દેવ તારા શત્રુ થવા પણું યોગ્ય નથી. વીતરાગદેવની યોગમુદ્રાની અનુપમતા આ પ્રકાશમાં કવિ બતાવે છે.
પ્રકાશ : ૭ : શ્લે. ૮ઃ આ પ્રકાશનું નામ જગત્કર્તવનિરાસ છે. આ જગતનો કોઈ કર્તા છે એમ માનનારાઓની દલીને જવાબ આચાર્યશ્રી આ પ્રકાશમાં આપે છે. ઈશ્વરને જે દેહ ન હોય તે જગતના સર્જનની પ્રવૃત્તિ તે શી રીતે કરે ? જે કૃતકૃત્ય હોય તે જગતના સર્જનનું તેમને પ્રયોજન પણ શું હોય ? ક્રીડાએ કરીને જગતનું સર્જન કર્યું હોય તો શું તે બાળક જેમ રમતિયાળ છે ? કૃપાથી આ જગત સજર્યું હોય તો દુ:ખ દારિદ્ય અને પરિતાપ
રા, વી. રા. સ્તવ . પ્રકાશ : ૬ ક. ૩. विपक्षस्ते विरक्त चेत् स त्वमेवाथ रागवान् । न विपक्षो विपक्षः किं खद्योतो युतिमालिनः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org