________________
૨૩૮
હેમસમીક્ષા પર્યાય બનેય સત છે. એકલા સુવર્ણને સત્ય માનીએ તો ‘કુંડલીને અસત્ માનવું પડે તેથી સુવર્ણમાંથી કંડલને આકાર વગર કર્યો જ આવ્યું એમ માનવું પડે તેથી “અકૃતાગમ ” (= નહિ કરેલાનું નિષ્પન્ન થવું) એ દોષ આવે અને સુવર્ણમાંથી કુંડલ બન્યું એટલે બનેલા કુંડલને સત્કાર્યવાદીના હિસાબે નિષ્પન્ન થયેલું મનાય નહિ એટલે “કૃતનાશ” (= કરેલું તેને વિનાશ) ને દોષ આવે. આ રીતે વસ્તુને કેવળ નિત્ય કે કેવળ અનિત્ય માની શકાય નહિ. તેજ પ્રમાણે આત્મા કેવળ નિત્ય કે કે કેવળ અનિત્ય હોય તો સુખદુઃખને ભોગ સંભવી શકે નહિ. તેજ પ્રમાણે પુણ્ય, પાપ, બંધ કે મોક્ષ સંભવી શકે નહિ. વળી કઈ પણ પદાર્થ અર્થ અને ક્રિયા યુક્ત હોય તો જ તેના તરફ પ્રવૃત્તિ થાય. ૨૯ જે ઘડાને નિત્ય માને તે ખાલી થવા રૂપ અને જળ ભરાવા રૂપ વિચિત્ર અવસ્થા તે ધારણું કરશે નહિં; અને જે તેને અનિત્ય માને તે બહુ ક્ષણે વડે બની શકે તેવી જળવહનાદિક ક્રિયા તેનામાં ઘટી શકે નહિ. તેથી અર્થ અને ક્રિયાના અભાવે વસ્તુનું વસ્તુપણું જ નષ્ટ થાય. કદીક આ “સત્ ના લક્ષણ પરત્વે એમ કહેવામાં આવે કે એક જ વસ્તુમાં વિરોધી ગુણ કેમ સંભવે ? તે એના જવાબમાં એજ હોઈ શકે કે ગોળ કફકારી છે અને સુંઠ પિત્ત કરનારી છે;
ર૯. વી. રા. સ્તવ : પ્રકાશ ૮ : લેક: ૪. क्रमाक्रमाभ्यां नित्यानां युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि युज्यतेऽर्थक्रिया न हि ॥ પ્રમાણમીમાંસામાં પણ વસ્તુલક્ષણ ઉપર આ જ ચર્ચા હેમચદ્રાચાર્યે આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org