________________
સ્તવને
૨૩૭ કયાંથી આ વિશ્વમાં હેય? જે પ્રાણીઓના કર્માનુસારે તે સુખદુઃખ આપે છે, એમ માને છે તે ઈશ્વર પિતાની મેળે સ્વતંત્ર ઠરશે નહિ; અને કર્મના આધારે જ આ વિશ્વનું વૈચિત્ર્ય હેય–તે પછી નપુંસક જેવા આ કલ્પિત ઈશ્વરનું પ્રયોજન પણ શું? ઈશ્વરના વિશ્વસર્જન બાબત કાંઈ પણ તર્ક ન કરવોએમ વાદી કહે તે પરીક્ષકને પરીક્ષા નહિ કરવા દેવી એવું વાદીનું વચન વાદી માટે જ અનિષ્ટ ઠરશે. સર્વજ્ઞપણું એજ જગત્કર્તીત્વ માનતા , તે અમારે કાંઈ વિરેાધ નથી; કારણ કે અમે દેહધારી સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરે છે તેમાં માનીએ છીએ. હે નાથ, આ સૃષ્ટિવાદને કદાગ્રહ તજીને અમે તે આપના શાસનમાં જ આનંદ પામીએ છીયે.
પ્રકાશ: ૮ : લેક: ૧૨ : આ પ્રકાશમાં એકવાદને પરિહાર કરવામાં આવ્યો છે.૨૭ ઉમાસ્વાતિએ “સત ”ને ધ્રુવતા, ઉત્પાદ અને વ્યય એ ત્રણ લક્ષણયુક્ત કર્યું છે. હેમચંદ્રાચાર્યો પ્રમાણમીમાંસામાં “વસ્તુ ને દ્રવ્ય અને પર્યાય બન્નેથી યુક્ત કહી છે–એટલે કે, દ્રવ્ય (Object)ની દૃષ્ટિએ તે નિત્ય છે. પર્યાય ( Change )ની દ્રષ્ટિએ તે અનિત્ય છે.૨૮ સાંખ્ય તે “વસ્તુ” ને “સત્ ” કહેશે; જ્યારે પર્યાયને અનિત્ય કહેશે. સુવર્ણના કંડલમાં સુવર્ણ એ સત્ય છે જ્યારે કુંડલના આકારને તે અસત કહેશે. બૌદ્ધો પર્યાયને અથવા તે વિજ્ઞાનપરંપરાને સત્ય માનશે જ્યારે તેમને અભિપ્રાયે દ્રવ્ય માત્ર અનિત્ય અથવા શૂન્ય છે. અનેકાન્તદૃષ્ટિએ દ્રવ્ય તેમજ ૨૭. હેમસમીક્ષા: પાન-ર૧૦. પાધિ : ૧૮. ૨૮. હેમસમીક્ષા : પાન. ર૯ : “વસ્તુલક્ષણ” ઉપરનું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org