________________
પ્રમાણુમીમાંસા 41482"4Hİ -41421134 (logic) 247 91621172 (dialectics) નો પણ સમાવેશ થતો. અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્ર પછી, ન્યાયશાએ એક તત્ત્વજ્ઞાનના સ્વતંત્ર સંપ્રદાય તરીકે ભારતીય દર્શને માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. બ્રાહ્મણોની ન્યાયપરંપરાની સામે બૌદ્ધાએ ન્યાયદર્શનને ખુબ જ વિકસાવ્યું અને વધારે તેજસ્વી બનાવ્યું. વસુબંધુ, દિનાગ, ધમકીતિ વગેરેએ ન્યાયશાસ્ત્રના અનેક અનુપમ ગ્રંથ લખ્યા છે. હરિભદ્ર અને તેમની પૂર્વે સિદ્ધસેન દિવાકરે જૈન સિદ્ધાંતને પરિપુષ્ટિ આપી અને જેના પ્રમાણદર્શન વ્યવસ્થિત કરવા માટે પ્રશસ્ય પ્રકરણગ્રંથ રચ્યા. દિગંબર પરંપરામાં અકલંક અને માણિક્યનંદીએ જેન સિદ્ધાંતને અનુવર્તતા ન્યાયશાસ્ત્રની રચના કરી. આગમાં અને પછીના કેટલાક ગ્રંથમાં સિદ્ધાંતતો તો ભરપૂર વેરાયેલાં પડ્યાં હતાં, પરંતુ જેનન્યાયના વિકાસથી તે સિદ્ધાંતત વધારે વ્યવસ્થિત બન્યાં. અનેકાન્ત દૃષ્ટિ, દ્રવ્યપર્યાયવાદ, જ્ઞાનના પ્રકારો વગેરે જૈનન્યાયમાં સુવ્યવસ્થિત રીતે સ્થાન પામ્યાં અને જેનન્યાયે અગીઆરમા–બારમા સૈકામાં સિદ્ધ સ્થાન પ્રાપ્ત કર્યું. અભયદેવસૂરિ અને દેવસૂરિએ વધારે વિસ્તારથી જૈનન્યાયને રજુ કર્યો અને હેમચંદ્રાચાર્યે અનુશાસને રચવાની તેમની પ્રવૃત્તિમાં પ્રમાણુશાસ્ત્ર ઉપર પ્રમાણમીમાંસા નામે ગ્રંથની રચના તેમનાં અન્ય અનુશાસનોની રચના અનુસાર કરી.
પ્રમાણમીમાંસા ગ્રંથના આરંભમાં જ હેમચંદ્રાચાર્ય પૂર્વ
સરખા પ્રમાણમીમાંસાઃ ૨. ૧. ૩૦. તત્ત્વભંરક્ષણાર્થે પ્રશ્નરતિલકું સાધન તૂષારં વાર: આ સૂત્રની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org