________________
૧૧૨
હેમસમીક્ષા મત રાખી છે. ૧૯
ત્યાર પછી દષ્ટાન્તાભાસનું વિવેચન આચાર્યશ્રી હાથ ધરે છે. સાધમ્મના આઠ દષ્ટાતાભાસ અને વૈધર્મના આઠ દૃષ્ટાનાભાસ–એમ કરીને સેળ દષ્ટાન્નાભાસ જણાવવામાં આવ્યા છે અને પછીનાં કેટલાક સૂનું તેમાં વિવેચન કરવામાં આવ્યું છે.
વાદશાસ્ત્ર–Dialectics—નું તે સમયે તર્કશાસ્ત્રની સાથે જ સ્થાન હતું. ન્યાયસૂત્રમાં એક સ્થળે જણાવવામાં આવ્યું છે કે તત્વના નિશ્રયના રક્ષણ માટે જલ્પ અને વિતંડાનું સ્થાન છે. જેમ નાના બીજમાંથી ઊગેલા છોડના સંરક્ષણ માટે કાંટાવાળી શાખાઓની ચારે બાજુ ફરતી વાડ હોય છે, તે રીતે આ પ્રકારના વાદછલની આવશ્યકતા છે.૨૦ હેમચંદ્રાચાર્ય પણ વાદની આવશ્યક્તા તત્ત્વસંરક્ષણના હેતુમાંજ જુએ છે. જલ્પ, જાતિ, વિતંડા, છલ વગેરેને ઉપગ વાદમાં કરવામાં આવે છે. વાદને દ્વિવિધ ઉપગ છે: તત્ત્વનિરૂપણ કરવા માટે તથા પ્રતિસ્પધી ઉપર જીત પ્રાપ્ત કરવા માટે. બીજા હેતુ માટે જ૫ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પરપક્ષને દૂષિત કરવામાં જ જલ્પનો ઉપયોગ રહેલે છે; એમાં સ્વપક્ષની સ્થાપના કરવામાં આવતી નથી. વિતંડામાં તે પક્ષ જેવી વાત જ હતી નથી; પારકાના પક્ષમાં દેષ
૧૯. પ્રમાણુમીમાંસાઃ ૨. ૧. ૧૬. વૃત્તિ.
૨૦. ગૌતમઃ ન્યાયસૂત્રઃ ૪. ૨. ૫૦. તત્ત્વાર્થસાસંરક્ષણાર્થે કવિતડે થીગરોલંક્ષાર્થ દેરાલાપરિવરવત ; હેમચંદ્રાચાર્ય પ્રમાણુમીમાંસાઃ ૨. ૧. ૩૦ તાસંરક્ષણાર્થે પ્રક્રિાંતિमक्ष साधनदूषणवदन वादः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org