________________
પ્રમાણમીમાંસા
૨૧૩ કાઢવો એ એકજ માત્ર વિતંડાનો હેતુ હોય છે. છલ એટલે અમુક અભિપ્રાયથી વપરાયેલા શબ્દને બીજાજ અર્થમાં ગોઠવી દૂષણ કાઢવું તે છલ કહેવાય છે. મોટે ઉત્તર તે જાતિ. નિગ્રહસ્થાને એટલે વાદની અંદર ખલનાનાં સ્થાને. એમાં સપડાતાં વાદી પરાજય પ્રાપ્ત કરે છે. ન્યાયસૂત્ર બાવીશપ્રકારનાં આવાં સ્થાન બતાવે છે. હેમચંદ્રાચાર્ય પણ ટીકામાં આ પ્રમાણે બાવીસ સ્થાનનું નિરૂપણ અને તેમની ચર્ચા કરે છે. આ પ્રકારની ચર્ચાઓમાં પ્રમાણુમીમાંસાના બીજા અધ્યાયના પ્રથમ આહ્નિકનાં ૩૪ સૂત્રો ટીકા સહિત પરીપૂર્ણ થાય છે.
પ્રમાણમીમાંસા ગ્રંથ અધુરો મળે છેબાકીના ગ્રંથમાં– એટલે કે બીજા બાકી રહેલા ત્રણ અધ્યાય અને બીજા અધ્યાયના દ્વિતીય આહિકમાં–હેમચંદ્રાચાર્યે શી વિવેચના કરી હશે તે માત્ર કલ્પનાનેજ વિષય રહે છે. એક વિદ્વાને વિધાન કર્યું છે કે પ્રમાણુમીમાંસાને સમસ્ત ગ્રંથ કદાચ જેસલમેર ભંડારમાં પ્રાપ્ત થાય; પરંતુ પં. સુખલાલજી જેવા વિદ્વાન સંશોધક અને નિયાયિકે આ બાબતને ઉલ્લેખ કર્યો નથી એટલે પ્રમાણમીમાંસાને સમસ્ત ગ્રંથ પ્રાપ્ત થવો અશકય નહિ પણ મુશ્કેલ તો છે જ પ્રમાણમીમાંસાની ચર્ચા એકાદ સ્થાન સિવાય બહુ સૌમ્ય રીતે આચાર્યશ્રીએ કરેલી છે.
પ્રમાણમીમાંસાની યોજના નીચે પ્રમાણે છે:
૨૧. પ્રસ્થાન: વૈશાખ: ૧૯૫. પાન. પ૩૬ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ લેખ “ હેમચંદ્રાચાર્યની કૃતિઓ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org