________________
૨૨૦
હેમસમીક્ષા જ ઘેલા બની જવું, ઉન્મત્ત બની જવું એના જેવી ધૃણાજનક બીજી કોઈ વસ્તુ નથી. પિતાની ચેતનશક્તિનાં ઉંડાણને એકવાર તો લાગણું સારડાની માફક ભેદી શકે. પરંતુ છેવટને ભાગે લાગણી વૈયક્તિક રહે છે. તેનાથી સામુદાયિક પ્રત્યય કરાવી શકાતો નથી. વળી વૈયક્તિક અનુભવને કસેટીએ ચઢાવી શકવા લાગણું સમર્થ નથી. આમાં જ કેવળ ધાર્મિક લાગણીનું પરિબલ તેમ જ ભયસ્થાન રહેલું છે. એકવાર આધ્યાત્મિક અનુભવ સિદ્ધ થયા પછી, તે અનુભવને આવરી રહેલાં, તેનાં બાધક અને રોધક સર્વવ્યાપી તને બૌદ્ધિક દૃષ્ટિથી દૂર કરી અનુભવની યથાર્થતા અને તેનાં પિષક બળને આવિર્ભાવ કરવા કરવો જોઈએ. પિતાની શુદ્ધ અને અનાગ્રહી વિવેકશક્તિથી જે સિદ્ધાંત માનસને યુક્તિપુર:સર લાગે છે તેનો જ સ્વીકાર સામાન્ય રીતે મનુષ્ય કરે તેમાં તેની ચેતનાશક્તિની સમતુલા જળવાઈ રહે છે. પહેલાં એક સ્થળે ટકેલા શ્રી હરિભદ્રસૂરિના શબ્દો પુનઃ ટાંકવાનું મન થઈ આવે છે:
“મારે મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથીઃ જેનું વચન યુક્તિપુરઃસર હેય તેને જ સ્વીકાર કરવો જોઈએ.”
આમ ધર્મનાં મૂળગત તોમાં ભક્તિભીની શ્રદ્ધા તેમજ વિવેકથી તેજસ્વી બનેલે બૌદ્ધિક પ્રત્યય એ બે મહત્ત્વના પાયા છે. એક વિદ્વાન કહે છે તે પ્રમાણેઃ “When we have discovered its ( religion's ) real bases, and subordinated its impulsive promptings to the control of reason and of the new, higher
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org