________________
પ્રમાણુમીમાંસા
२०७ લક્ષણ બાંધ્યા પછી પ્રત્યક્ષના બે વિભાગ પાડવામાં આવ્યા છે મુખ્ય પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાની ઈન્દ્રિયાદિની સહાયતા વિના સકલ પદાર્થોને વ્યાપ્ત એવી શુદ્ધ ચેતના ધરાવે છે. આ શુદ્ધ ચેતના તે જ કેવલજ્ઞાન–અને એ કેવલજ્ઞાન તે મુખ્ય પ્રત્યક્ષ કેવલજ્ઞાની પિતાની પ્રજ્ઞાના અતિશયને લીધે સર્વાપણું પ્રાપ્ત કરે છે. કુમારિકનો અભિપ્રાય એ છે કે મનુષ્ય તો આ પ્રકારનું સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી શકે જ નહિ.૫ હેમચન્દ્રાચાર્યે કુમારિલના આ સિદ્ધાન્ત ઉપર સખત આક્ષેપ કર્યો છે. કુમારિલ, મીમાંસક હાઈ વેદથી પર બીજું જ્ઞાન હોઈ શકે જ નહિ એ અભિપ્રાય ધરાવે છે. વેદેતરવાદીઓ આ અભિપ્રાયમાં સંમત ન હોય એ સ્વાભાવિક છે. મુખ્ય પ્રત્યક્ષ–એટલે કે, કેવલજ્ઞાનને કઈ પણ પ્રકારનું જ્ઞાન બાધક નથી. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ કેવલજ્ઞાનથી અપૂર્ણ છે. તેમને કેવલજ્ઞાન પછી મુખ્ય પ્રત્યક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય પ્રત્યક્ષ પછી સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વિવેચન હેમચન્દ્રાચાર્ય હાથ ઉપર ધર છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષને જ અન્ય નૈયાયિકે સ્વીકાર કરે છે. એ બધાને અભિપ્રાયેનું બહુ દ્યોતકતાપૂર્વક વિવેચન આચાર્યશ્રીએ પિતાની વૃત્તિમાં કર્યું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઈન્દ્રિય અને મનથી ગ્રહણ થાય છે. સ્પર્શન,
૧૫. કુમારિલઃ સ્ટોwવર્તિઃ તત્ત્વસમુચ્ચયઃ કારિકા. ૩૨૦૮:
अथापि वेददेहत्वाद् ब्रह्माविष्णुमहेश्वराः कामं भवन्तु सर्वज्ञाः सार्वश्यं मानुषस्य किम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org