________________
હેમસમીક્ષા કરે છે. કેવળ પ્રત્યક્ષપ્રમાણ ગ્રહણ કરવામાં આવે તે પ્રામાણ્ય અને અપ્રામાણ્યની વ્યવસ્થા ન થઈ શકે. વળી પારકાના ચિત્તના અભિપ્રાય પ્રમાણુ કે અપ્રમાણમાં લાવી ન શકાય; અને અતીન્દ્રિય પદાર્થો–જેવા કે પરલોક ઇત્યાદિનો નિષેધ પણ લેકાયતિકે ન કરી શકે માટે જ પક્ષ પ્રમાણની અનિવાર્યતા છે.
૪. પ્રત્યક્ષપ્રમાણઃ પ્રત્યક્ષની વ્યાખ્યા આચાર્યશ્રીએ અન્ય તૈિયાયિકની વ્યાખ્યા કરતાં વધારે વ્યાપક બાંધી છે. “અક્ષ”
એટલે જીવ અને ઈન્દ્રિ. તે બન્નેના આશ્રયે જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન. આગળ જોયું તેમ આચાર્યશ્રીએ પ્રમાણના બે ભાગ પાડયા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. કેટલાકને અભિપ્રાય એમ છે કે પ્રત્યક્ષપ્રમાણુ બધાં પ્રમાણોમાં શ્રેષ્ઠ છે; અને તેના ટેકામાં તેઓ એમ જણાવે છે કે અન્ય પ્રમાણમાં મૂળગત પ્રત્યક્ષ પ્રમા
નોજ આશ્રય છે તેથી તે યેષ્ઠ પ્રમાણ છે. આચાર્યશ્રી જણાવે છે કે, લિંગજ્ઞાન, આપ્તજનને ઉપદેશ વગેરે પક્ષ પ્રમાણેથી વદ્વિ” વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે; એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે સરખાં જ ઉપયુક્ત છે.
પ્રત્યક્ષ પ્રમાણ એટલે વિશદપ્રમાણ. વિશદ એટલે અન્ય પ્રમાણેની અપેક્ષાના અભાવે થયેલું અથવા તે “એ આ પદાર્થ છે” એવું સીધું દર્શન તે વિશદ જ્ઞાન કહેવાય. આ પ્રમાણે પ્રત્યક્ષનું પ્રત્યક્ષથી થયેલા જ્ઞાનને બીજાના મનમાં ઠસાવવા માટે અનુમાનાદિની જરૂર પડે છે. ચાર્વાકે પરલોક જેવી અલૌકિક બાબતને અસ્વીકાર કરે છે. આ અસ્વીકારને સિદ્ધ કરવા માટે પણ તેઓને અનુમાનને આશ્રય લે પડે છે. આ રીતે ચાકે “પ્રત્યક્ષ એ એક જ પ્રમાણુ છે” એમ પ્રતિપાદન કરે છે તે ખોટું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org