________________
(1
)
હેમસમીક્ષા રસન, ઘાણ, ચક્ષુ, શ્રેત્ર,–જેમનાં અનુક્રમે, સ્પર્શ, રસ, ગધે, ૫, શબ્દ એ લક્ષણ છે—એ ઈન્દ્રિો છે. ઈન્દ્રિયોના બે વિભાગ છેઃ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય એટલે પુદ્ગલેનું બનેલું અમુક બાહ્ય આકારનું ઈન્દ્રિયનું સ્થાન. ભાવેન્દ્રિય એટલે પ્રત્યેક ઈન્દ્રિયની લબ્ધિ અને ઉપયોગ એ બે શક્તિઓ. દાખલા તરીકે, કાનની સાંભળવાની શક્તિ તે તેની લબ્ધિ કહેવાય અને તેને શબ્દ સાંભળવા તરફ પ્રવૃત્તિ કરવાની શક્તિ તે ઉપયોગ કહેવાય. આ બે શક્તિઓ એ ભાવેન્દ્રિય.૧૬ કાનને સ્થૂલ શારીરિક ભાગ તે દ્રવ્યેન્દ્રિય કહેવાય. અન્ય તૈયાયિક કરતાં આચાર્યશ્રીએ ઇન્દ્રિય વિષે નવો જ અભિપ્રાય દર્શાવ્યો છે. જ્ઞાનનાં નિમિત્ત માત્ર પદાર્થ
અને ઈન્દ્રિયદર્શન નથી એ ધ્યાનમાં રાખવાનું છે. દા.ત. મૃગજળના દર્શનમાં જળ” રૂપી પદાર્થને અભાવ છે, છતાં પણ તે પ્રત્યક્ષસિદ્ધ થાય છે. યોગીઓ ભૂતકાળ તથા ભવિષ્યકાળને જ્ઞાનને દષ્ટિગોચર કરે છે. આ જ્ઞાન ઈન્દ્રિયોથી પરનું જ્ઞાનનું છે. આ રીતે પદાર્થનું અસ્તિત્વ અને ઈન્દ્રિય મારફતે તેનું દર્શન એ જ કેવળ પ્રત્યક્ષ માટે નિમિત્ત નથી.
૫. પ્રત્યક્ષમઃ ઈન્દ્રિય અને પદાર્થના સંનિકર્ષથી પ્રત્યક્ષેત્પત્તિ થાય છે. તેને ક્રમ અવગ્રહ, ઈહિ, અવાય, અને ધારણું આ પ્રમાણે છે. ઈન્દ્રિય અને અર્થનો યોગ થતાં અર્થનું ગ્રહણ માત્ર તે અવગ્રહ કહેવાય. પરંતુ તેથી અર્થને સાચી રીતે નિર્ણય
૧૬. ઉમાસ્વાતિ તવીથસૂત્ર ૨. ૧૫-૨૧: દ્રિય ૧૧ द्विविधानि ॥ ॥१६॥ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥१७॥ लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥१८॥ उपयोगः स्पर्शादिषु ॥१९॥ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि ॥२०॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org