________________
પ્રમાણમીમાંસા
૨૧
પ્રસિદ્ધ વાદ સમયે, હેમચન્દ્રાચાર્યાં હાજર હતા. ન્યાયશાસ્ત્રના એક પ્રખર જ્ઞાતા તરીકે તેમની ખ્યાતિ જગવિદિત હતી. તેમની મહાવીરદ્વાત્રિંશિકાએ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરતમાં મૂકેલી દેશનાએ ઉપરથી તેમની વાદી અને તત્ત્વજ્ઞાની તરીકે કુશળતા દિષ્ટગાચર થાય છે. ‘ પ્રમાણમીમાંસા ’ ની રચના તે તેમને એક ન્યાયાચાર્ય તરીકે ઉન્નત સ્થાન અપાવે છે. ‘પ્રમાણુમીમાંસા' ગ્રંથ અધુરા મળે છે, શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદાનુશાસન પછી તેમણે પ્રમાણમીમાંસાની રચના કરી. તે તે તેમણે પેાતાના શબ્દોમાં જ જણાવ્યું છે.૯ કેટલેક સ્થળે હેમચંદ્રાચાર્ય રચિત ‘વાદાનુશાસન ' નામે ગ્રંથનેા ઉલ્લેખ કરવામાં આવે છે; પરતુ એ ‘વાદાનુશાસન ’ એ આ ‘પ્રમાણમીમાંસા ' ને અન્ય જનેએ આપેલું અપરનામ હાય એ અસભવિત નથી. પૂર્વ રચિત ત્રણ અનુશાસનાની શ્રેણીમાં પ્રમાણમીમાંસાને તે ચેાથા અનુશાસન તરીકે મૂકવા માટે ‘વાદાનુશાસન’ એ નામ અન્યજનોએ આપ્યું હોવું જોઈએ. હેમચંદ્રાચા'ના‘દેશીશબ્દસંગ્રહ ' અથવા ‘ રયાવલિ ’ તે અન્યજને એ ‘દેશીનામમાલા ’એ નામ ક્યાં નથી આપ્યું?
>
*
.
.
‘પ્રમાણમીમાંસા ' સૂત્રશૈલીને ગ્રંથ છે અને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રેાની યેાજના અનુસાર, ગ્રંથને તેમણે પાંચ અધ્યાયમાં વિભક્ત કર્યાં છે; અને પ્રત્યેક અધ્યાયને તેમણે ગૌત
૮. મેરુતુંગ : પ્રબંધચિંતામણિઃ પૃ. ૬૬૬૭. ( સિંધિગ્રંથમાલા ) :Buhler's Life of Hemacandracarya: P. 14. ૯. પ્રમાણમીમાંસાઃ ૧. ૧. ૧. (ટીકા) રાજાવ્યઇન્વોનુરાનनेभ्योऽनन्तरं प्रमाणं मीमांस्यत इत्यर्थः ४०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org