________________
૨૦૦
હેમસમીક્ષા પક્ષવાદીને મુખે કહેવરાવે છે: “જે ખરેખર આ જેનસિદ્ધાન્તસૂત્રો તમારાં હોય તે તમારી પૂર્વે સૂત્ર કેવાં અને ક્યાં હતાં ?” આચાર્યશ્રી તેને સામે પ્રશ્ન પૂછે છે: “આટલે જવાબ તો જરા આપ ? પાણિનિ, પિંગલ, કણાદ, અક્ષપાદ વગેરે આચાર્યો પહેલાં પણ વ્યાકરણ વગેરે શાસ્ત્રોનાં સૂત્ર કેવાં અને કયાં હતાં? આ વિદ્યાઓ તો અનાદિ છે અને સંક્ષેપ તથા વિસ્તારથી કહેવાની ઈચ્છાએ કરીને નવાં નવાં સ્વરૂપ લે છેઃ અને એ જુદા જુદા કર્તાઓએ રચેલી કહેવાય છે. કેમ તમે સાંભળ્યું નથી કે “કદીય જગત આવું હતું નહિ એમ નહિ...? જોવાં હોય તો જુઓ સક્ષશાસ્ત્રોના ચૂડામણિરૂપ વાચકમુખ્ય ઉમાસ્વાતિએ રચેલાં તત્વાર્થસૂ!”
પૂર્વપક્ષી સામે જવાબ દે છેઃ “અકલંક, ધમકીતિ વગેરેની માફક પ્રકરણગ્રંથને જ કેમ રચતા નથી–તે વળી સૂત્રકાર બનવાનું આ અભિમાન જાગ્યું ?” આચાર્યશ્રી જવાબ આપે છે: “ના એમ ન બોલે ! કારણ કે મનુષ્યોની રુચિઓ વિવિધ છે, એટલે પિતાની ઈચ્છા પ્રમાણેના એના વર્તન ઉપર પ્રતિબંધ મૂકવામાં સામાજિક કે રાજકીય કાયદો નથી કે તે આમ જ જોઈએ.”
ઉપરના અવતરણ ઉપરથી હેમચંદ્રાચાર્યની નૂતન શાસ્ત્રગ્રંથ રચવાની પ્રવૃત્તિ પાછળ રહેલા આશય ઉપર પ્રકાશ પડે છે. પૂર્વે જણાવ્યું તે પ્રમાણે તત્વદર્શન માટે તર્કશાસ્ત્રની જરૂર પ્રત્યેક આચાર્યને રહેતી. દેવસૂરિ અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રના
૭. પ્રમાણમીમાંસાઃ ૧. ૧. ૧. ઉત્થાનિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org