________________
પ્રમાણમીમાંસા
૨૦૩. તેમના ઉલ્લેખ ઉપરથી દેખાઈ આવે છે. કેવળ ૯૯ સૂત્ર આપણને મળે છે. પ્રમાણમીમાંસા અધ્યાય : ૨ : આહ્નિકઃ ૧ : સૂત્ર ૩૪ સુધી ઉપલબ્ધ છે; વૃત્તિમાં અન્ય સૂત્ર માટેની પ્રાસ્તાવિક ઉસ્થાનિકા પણ મળે છે. પછીનાં સૂત્ર અને વૃત્તિનું શું થયું– વૃત્તિ રચાયેલી કે કેમ-તે પ્રશ્નો તો અત્યારે અનુત્તર જ રહે છે.
૧. આરંભ: વૃત્તિના આરંભ લેક: ૨ : માં જ હેમચંદ્રાચાર્ય જણાવે છે:
बोधिबीजमुपस्कर्तुं तत्त्वाभ्यासेन धीमताम्
जैनसिद्धान्तसूत्राणां स्वेषां वृत्तिर्विधीयते ॥ તત્વના અભ્યાસથી બુદ્ધિશાળી મનુષ્યને જ્ઞાનબીજને આવિષ્કાર કરવા માટે, પિતાનાં જૈન સિદ્ધાન્તસૂત્રની વૃત્તિ (મારાથી) કરાય છે.”
ઉપરના લેકમાં આ સુત્રોને હેમચંદ્રાચાર્ય જેનસિદ્ધાન્તસૂત્ર તરીકે વર્ણવે છે; એ સૂત્રોનો અભ્યાસ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ. છે; અને તેમના અભ્યાસનો હેતુ જ્ઞાનબીજનો આવિષ્કાર કરવાનો. છે. પ્રથમ સૂત્રમાં “પ્રમાણુમીમાંસાને આરંભ કરાય છે.” એમ જણાવવામાં આવ્યું છે. મીમાંસાને અર્થ વૃત્તિમાં “વિવિ. સારવચન’ એમ કરે છે અને જણાવે છે કે આ શાસ્ત્રને હેતુ કેવળ પ્રતિપક્ષના સિદ્ધાન્તનું નિરસન નથી પરંતુ દુષ્ટ માર્ગોનું નિરાકરણ કરી, પ્રમાણના જ્ઞાન કરીને દૃષ્ટિગોચર બનેલા શુદ્ધ માર્ગે એક્ષપ્રાપ્તિ એજ આ શાસ્ત્રનું પ્રયોજન છે.
નીચેના મુખ્ય વિભાગોમાં આ ગ્રંથનું વિવેચન ફુટ રીતે થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org