________________
પ્રમાણમીમાંસા
૧૭ એ જ દષ્ટિ હેમચંદ્રાચાર્યું પણ એક સ્થળે દર્શાવી છે. સિહસેન દિવાકર તે એટલે સુધી કહે છે કે કેઈ એક સિદ્ધાંત પ્રાચીન પરંપરાથી ઊતરી આવેલ હોય એટલે કાંઈ ગ્રહણ કરી લેવા ગ્ય નથી; કારણ કે, કોઈ માણસ આજે મરણ પામ્યો અને કાળે કરીને પુરાતન મનુષ્યો સમાન જ થાય—એમ તે અનેક માણસે પુરાતન બને જ જવાના, એથી કાંઈ તેમને ગમે તેવા બોલને પ્રમાણે લેવાય નહિ.૩ પરીક્ષા કરીને જ સિદ્ધાંતનું ગ્રહણ કરવું જોઈએ. સારી રીતે નિર્ણય કરીને જ કોઈ પણ બાબતને પ્રમાણ તરીકે સ્વીકાર થવો જોઈએ. આ રીતે પ્રમાણનિર્ણય થાય તો જ સત્યદર્શન થાય અને એ પ્રમાણે સત્યદર્શન થતાં નિઃશ્રેયસ–મોક્ષ–ના માર્ગે આપણે જઇ શકીયે અને અજ્ઞાનગ્રન્થિને ભેદી શકીયે. ૨. હેમચંદ્રાચાર્યઃ અગવ્યવદદ્વત્રિશિકા : . ૨૯.
न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु ।
यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥ ૩. સિદ્ધસેન દિવાકર : કાત્રિશ –ાવિંશિકા : દ્વાર્નિં. ૬. કિ . ૫.
जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनैरेव समो भविष्यति ।
पुरातनेष्वप्यनवस्थितेषु कः पुरातनोक्तान्यपरीक्ष्य रोचयेत् ॥ સરખા : કાલિદાસઃ માલવિકાગ્નિમિત્રઃ અંક ૧. . ૨. पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम् ।
सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ॥ ૪. સરખાવોઃ અક્ષપાદ ગૌતમ ન્યાયસૂત્રઃ ૧.૧.૧૪ પ્રમાણમેચसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org