________________
પ્રમાણમીમાંસા તત્વપ્રતિપાદન તર્કશુદ્ધ હેવું જોઈએ. એક સિદ્ધાંતનું મંડાણ થયું, એટલે તેના પ્રતિસ્પર્ધીઓ તેનું ખંડન કરવા માટે તર્કને આશ્રય લેવાના. ખાસ કરીને જીવ, જગત અને પરમાત્માના પરસ્પર સંબંધ સ્થાપિત કરવા, તેના તથ્યનો વિચાર કરવા અનેક તત્વોએ પોતપોતાના સિદ્ધાંત પ્રવર્તાવ્યા છે, અને એ તત્ત્વોની વિચારસરણી ઉપર તેમના પ્રતિસ્પર્ધી તત્વોએ પ્રચંડ આક્ષેપ પણ કર્યા છે, અને આ આક્ષેપ છેક વિતંડા, છલ, જાતિ, અને હેત્વાભાસ સુધી પહોંચ્યા છે. સિદ્ધાંત આમ વાદના અગ્નિમાં તપતા હોય ત્યાં તે જે સયુક્તિક અને તર્કશુદ્ધ હોય તે જ સિદ્ધાંત સત્યશોધક માટે તો હોવો જોઈએ. હરિભસૂરિએ આથી જ એક સ્થળે જણાવ્યું છે :
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
મારે મહાવીર તરફ પક્ષપાત નથી કે કપિલ વગેરે ઉપર દ્વેષ નથી; જેનું વચન સયુક્તિક હોય તેને સ્વીકાર કરવો જોઈએ. ”
૧. હરિભદ્રસૂરિ ઃ લોકતસ્વનિર્ણય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org