________________
૧૫૪.
હેમસમીક્ષા જલક્રીડાનું વિવિધ પ્રકારે આલેખન કરે છે. જ્યારે આદિની ગાથાઓ (૧–૪૧) ગ્રીષ્મશ્રીનું વર્ણન કરે છે. | સર્ગ : ૫: ગા. ૬૫ : આ સર્ગમાં કવિ વર્ષાઋતુનું વર્ણન કરે છે. નીપપુષ્પોની સુવાસ પ્રસરી રહી છે. મયૂર અને કેકિલાનાં ગાન સાંભળી પ્રિયતમાથી વિરહિત બનેલે મુસાફર વિલાપ કરી રહ્યો છે. પુષ્પોની સુગંધ તેને નીસાસા મૂકાવે છે. શ્રીફળ, જાંબુ, દાડમ, નીપ, કુટજ, અર્જુન, તાપિચ્છ વગેરે વૃક્ષો ખીલી રહ્યાં છે. કેતકી, કુટજ, અર્જુન, સર્જ વગેરેનાં પુષ્પની સુવાસ બહલી રહી છે. માલતીની ફેરમ ફેલાઈ રહી છે. આંબલીને મેર જોઈને ઉદ્યાનમાં આવેલાં માણસોના મનમાં હરખ થાય છે. જૂઈનાં ફુલ વિકસી રહ્યાં છે અને વાંસના ફણગા ફૂટી નીકળે છે. ડાંગરના અંકુરે બહાર આવ્યા છે. દેડકાને ધ્વનિ સંભળાય છે. અને વાયુ મધુર વાય છે. (૧-૨) પાવતી દેવીના પૂજન માટે માળણે અન્ય અન્ય વાર્તાલાપ કરી રહી છે. કલ્હાર, તુલસી, દરે, કેવડ, દાડમ, નીપપુષ્પ, જુઈ, જાંબુ, કમળનાં પાન, આંબળાં, ચંપાનાં ફુલ લાવવા માટે એકબીજા સાથે વાતચીત ચાલી રહી છે. (૨૧-૪૫) શરદ્દ ઋતુ બેઠી છે. સારસ, સુડા, હંસ પંખીએને કલરવ ચાલી રહ્યો છે. સપ્તપર્ણ, અગથિઓ, અને અસનવૃક્ષ ખીલી રહ્યાં છે. કાકડી અને ગિલોડાના વેલાને ફળ આવ્યાં છે. ડાંગરની કાપણી કરનારી બાઈઓનું સંગીત ઘડીભર દેવાંગનાઓને અટકાવી દે છે. સહસ્ત્રલિંગ સરોવરની શોભા માનસ સરેવરને પણ ભૂલાવી દે છે. બાણકુસુમને જોઈ પ્રેષિતભર્તકાઓ મૂચ્છિત બની જાય છે. (૪૬-૬૫)
હેમન્તઋતુ અને પછી શિશિર ઋતુ બેઠી છે. રાતી શેલ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org