________________
પ્રાકૃતિદ્વયાશ્રય
૧૫૫ ડીનું રક્ષણ કરતી બાઈઓ ગીત ગાય છે. ચણાનાં ખેતરને સાચવતી બાઈઓ ખેતરમાં કામ કરી રહી છે. જુવાન ગોપિકાએને જોઈ ગેપાળના મનમાં હરખ થાય છે. નારંગીનાં ફળ લચી રહ્યાં છે. બેરડીએ ફળને ભારથી નમી ગઈ છે. કુન્ડ, લોધ્ર વગેરે પુષ્ય ખીલી રહ્યાં છે. રાજા આ શેભા જોઈને ઉદ્યાનમાંથી પોતાના મહેલ તરફ વળે છે. ચારણે સંધ્યાકાલને લગતું ગીત ગાય છે. ચક્રવાક પંખીઓને વિરહ થાય છે. (૬૬ -૮૮)મુનિબટુકે એકબીજા સાથે વાત કરી રહ્યા છે. (૯૦-૯૨) શધ્યાગ્રહમાં શય્યાને તૈયાર કરી પ્રિયતમા પ્રિયના આવવાની અને એને રીઝવવાની તરકીબોનો વિચાર કરી રહી છે. (૯૩૯૭) સ્વૈરિણી સ્ત્રીએ પોતાના વિલાસની વાત કરી રહી છે. (૯૮-૧૦૫). ચન્દ્રોદય થાય છે. (૧૦૬.)
સર્ગઃ ૬ : ગા. ૧-૧૦૭ : આરંભમાં ચંદ્રોદયવર્ણન (૧ર૧) આપવામાં આવ્યું છે. પ્રિયાવિરહથી ચક્રવાક વિલપે છે. ચોર પંખી ચંદ્રિકાનું પાન કરી રહ્યાં છે. આકાશમાં ચંદ્ર ઊગે છે. ચંદ્રનું સુંદર વર્ણન (૧૩-૨૧) કવિ કરે છે. કુમારપાલ મંડપિકા ઉપર આરૂઢ થયો છે. રાજાના શ્રેય ખાતર પુરહિત મ–પાઠ કરે છે. ચામગ્રહિણીઓ ત્યાં આવે છે. વારાંગનાએ તેની આરતી ઉતારે છે. બીજા રાજાઓ અંજલિ કરીને અહિ ઉભા છે. રાજાની પાસે મહાજન બેઠા છે. મણિવેદિકા ઉપર લેકેનાં પ્રતિબિંબ પડતાં માણસની સંખ્યા - ગણી થઈ જાય છે. સ્વર્ગની સભા કરતાં પણ આ ઉત્કૃષ્ટ છે. (૨૨-૪૧) સાંધિવિગ્રહિક રાજા આગળ વિજ્ઞપ્તિ કરે છે. કાંકણના રાજા મલ્લિકાર્જુન સાથે કુમારપાલના સૈનિકનું ભીષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org