________________
૧૭૮
હેમસમીક્ષા અલંકારોની જના કરી છે. ૧૯ જરાજના સરસ્વતીકઠાભરણમાં અલંકારાની સંખ્યા અત્યંત વિપુલ હતી. માલવરાજની આ કૃતિની સ્પર્ધામાં અને તેના ઉપરના સુધારારૂપ આ ગ્રંથની રચના થઈ હોય તે તે અસંભવિત નથી. સરસ્વતીકંઠાભરણને ઉપયોગ હેમચંદ્રાચાર્યો કરે છે એ તેમની વિવેક–ટીકા ઉપરથી પ્રતીત થાય છે. પૂર્વે જણાવ્યું તે પ્રમાણે અલંકારેની વ્યાખ્યાઓ ઉપર પણ તેમણે સુધારવધારો કરી પિતાની દૃષ્ટિએ તેમને ચોગ્ય બનાવવા યત્ન કર્યો છે. કાવ્યાનુશાસન આ રીતે શિક્ષાગ્રન્ય તરીકે યોગ્ય ગ્રન્થ છે. પરંતુ બ્રાહ્મણોનાં શિક્ષાસ્થાનોમાં મમ્મટ વગેરેના ગ્રંથ પ્રચલિત હતા; અને આ નૂતન જૈનાચાર્યની કૃતિને તેમનાં શિક્ષા સ્થાનમાં પૂરતું સ્થાન ન મળ્યું હોય. કાવ્યાનુશાસનમાં તેમણે કોઈ નવો અભિપ્રાય, ન કાવ્યસિદ્ધાંત પ્રવર્તમાન કર્યો નથી. આનંદવર્ધનની માફક ધ્વનિને સિદ્ધાંત, કે વક્તિજીવિતકાર માફક કાવ્યને આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાંત કે વામનની માફક શૈલી એજ કવિતાનો આત્મા છે એવી કેઈ અપૂર્વ પ્રણાલી ચલાવવાનો કાવ્યાનુશાસનનો હેતુ ન હતો;–જેથી વિદ્વાનોની તાર્કિક સાઠમારીઓમાં પણ આ
૧૯. કાવ્યાનુશાસન (૨. છે. પરિખ.) ગ્રંથ. ૧. Intro. cccxix.
The Sixth Adhyaya treats of twenty-nine fel29 s including #. It will bo seen that Hemachandra has greatly reduced the number of principal 8TCOAT s, which according to Mammata are sixtyono in number.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org