________________
હમસમીક્ષ યુદ્ધ થાય છે. કુમારપાલની સેના તેના સુભાને વિનાશ કરે છે, સેનાને કાપી નાંખે છે અને છેવટે રાજાને શિરચ્છેદ કરે છે. કુમારપાલ દક્ષિણ દેશને સ્વામી થાય છે. (૪૧-૭૨) બીજા રાજાઓને કુમારપાલ તાબે કરે છે તેનું વર્ણન દ્વયાશ્રયકાવ્ય બહુ ટુંકામાં આપે છે. તેના ભયથી યવનરાજ બધા ભાગોને છોડી દે છે. ઉવૅશ્વર એને અનેક રને અને ઘેઓની ભેટ મોકલે છે. વારાણસીને રાજા તેની મુલાકાત લેવા તેના છજામાં તેની વાટ જુવે છે. મગધમાંથી સુંદર ભેટે અને ગૌડ દેશમાંથી હાથીઓ કુમારપાલને પ્રાપ્ત થાય છે. કુમારપાલનું સૈન્ય કાન્યકુબ્બના પ્રદેશને ખેદાનમેદાન કરે છે અને ત્યાંને રાજા ભયભીત બની જાય છે. દશાર્ણના રાજાની સમૃદ્ધિ કુમારપાલનું સૈન્ય લૂંટી લે છે અને તેના અનેક દ્ધાઓ કુમારપાલની સેનાને હાથે મરાઈ જાય છે. ચેદીરાજનો મદ ઉતારી, સૈન્ય કુમારપાલનું સૈન્ય રેવાકાંઠે પડાવ નાખે છે. ત્યારપછી સૈન્ય યમુના ઓળંગી મથુરાના રાજાને નમાવે છે. છેવટે જંગલ-રાજ, તુર્ક–રાજ અને દિલ્હીના રાજા કુમારપાલનું મહત્ત્વ સ્વીકારે છે. છેવટની ગાથામાં જંગલરાજે કરેલી સ્તુતિ સાંભળી કુમારપાલ નિદ્રા લેવા જાય છે. (૭૪–૧૦૭.)
સર્ગ : ૭ : ગા. ૧-૧૦૨ :: આ સર્ગમાં રાજા પરમાર્થનું ચિંતન કરે છે. (૧–૨૮.) કુકર્મોને લીધે જીવ આ સંસાર ભ્રમણ કરી રહ્યો છે. કામને વશ કરાય તો જ આ જીવને કમેંમાંથી મુક્તિ મળે. સ્ત્રીસંગની નિન્દા તે કરે છે. અને તેનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે એમ તે માનવા લાગે છે (૧-૩૦) સ્કૂલભદ્ર, વજ, ગજસુકુમાર, ગૌતમ, અભયકુમાર, સુધર્મસ્વામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org