________________
૧૦૨
હેમસમીક્ષા રાજ જયસિંહને પછીથી સ્વર્ગવાસ થશે.
સિદ્ધરાજનાં કાર્યોમાં ઐતિહાસિક કાર્યકારણુતા હેમચંદ્રના વૃત્તાંતમાં ઝાઝી દષ્ટિગોચર થતી નથી. ઉલટું સિદ્ધરાજમાં ચમત્કારશક્તિનું આરોપણ કરવામાં આવ્યું છે. - સોળમા સર્ગમાં કુમારપાલની જીવનગાથા આરંભાય છે. હેમચંદ્ર સિદ્ધરાજ અને કુમારપાળના કડવા સંબંધને ઉલ્લેખ સર પણ કર્યો નથી. સપાદલક્ષના રાજા આન્ને, અવંતિના રાજા બલાલને કહેણ મે કહ્યું કે “દક્ષિણના રાજાઓ સાથે મળી તમે ગૂજરાત ઉપર હુમલે કરે. હું અહીંથી તેના ઉપર હલ્લે કરું છું.” કુમારપાલે આ જાણું આન્ન અને તેની સાથે મળેલા ચાહડ સામે પ્રયાણ આદર્યું. પિતાના બ્રાહ્મણ સેનાપતિ કાકને તેણે બલ્લાલ સામે મોકલ્યા. કુમારપાલ આબુ આવી પહોંચ્યા. વિક્રમસિંહ પરમાર તેને મળે. બનાસ (વર્ણસા) કાંઠે કુમારપાલે મુકામ નાખ્યો. આ સર્ગમાં ઋતુવર્ણનની વિપુલતા મૂકવામાં આવી છે.
સત્તરમા સર્ગમાં સેનાના વનવિહાર અને જલવિહારનું વર્ણન આવે છે.
અઢારમા સર્ગમાં કુમારપાલ આને હરાવે છે. આને કુમારપાલ પિતાની લેહશક્તિ વડે હાથી ઉપરથી પાડી નાખે છે. આને મૂર્છા આવે છે. કુમારપાલ તેને મારી ન નાખતાં પિતાના હાથી ઉપર તેને ઉચકી લે છે.
ઓગણીસમા સર્ગમાં કુમારપાલ મૃતજનની સારવાર કરવા રણભૂમિ ઉપર છે. એવામાં આન્નનો દૂત આવ્યો અને પૂર્વવત સંબંધ સ્થાપિત કરવા કુમારપાલને યાચના કરી–તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org