________________
સંસ્કૃત દ્વયાશ્રય
૧૩ ઉપર પ્રભુત્વ મેળવે છે. લાદેશ તરફ પ્રયાણ કરતી વખતે, મૂળરાજનાં સૈન્ય રાજ્યની હદ શ્વભ્રવતી–સાબરમતી–આગળ અટકે છે. સિદ્ધરાજ માળવાને પૂરેપૂરું દબાવે છે. કુમારપાલના વખતમાં ગૂજરાતને પ્રતાપ ઉત્તરે સિંધુદેશ અને પંચનદ સુધી દક્ષિણે કોંકણું અને કોલ્હાપુર સુધી, પૂર્વમાં માળવાના સિમાડાઓ સુધી અને પશ્ચિમમાં ઠેઠ સૌરાષ્ટ્રના છેડા સુધી વ્યાપે છે. દ્વયાશ્રય-મહાકાવ્ય આથીજ કેવળ સોલંકીઓનીજ કીર્તિગાથા નથી, પરંતુ તેટલી જ ગુજરાતના તેજસ્વી ભૂતકાળની કીર્તિગાથા છે. આ કાવ્યમાં આપણે હેમાચાર્યને એક જૈનાચાર્ય તરીકે નહિ પણ એક મહાન ગુજરાતી તરીકે જોઈ શકીએ છીએ. કાવ્યના વિભાગોને સમજાવતાં એક સ્થળે ક્ષેમેન્દ્ર જણાવે છેઃ
પ્રવન્ય સુતરાં - ચાચાને નિશિતૈઃ निर्दोषैर्गुणसंयुक्तः सुवृत्तैर्मोक्तिकरिव ॥ १ ॥ शास्त्रं काव्यं शास्त्रकाव्यं काव्यशास्त्रं च भेदतः चतुष्प्रकारः प्रसरः सतां सारस्वतो मतः ॥ २ ॥ शास्त्रं काव्यविदः प्राहुः सर्वकाव्याङ्गलक्षणम् વચ્ચે વિશિષ્ટ ક્વાર્થસાત્કિંતિ ને રૂ છે , शास्त्रकाव्यं चतुर्वर्गप्राय सर्वोपदेशकृत् भट्टिभौमककाव्यादि काव्यशास्त्रं प्रचक्षते ॥ ४ ॥ काव्ये रसानुसारेण वर्णनानुगुणेन च कुर्वीत सर्ववृत्तानां विनियोग विभागवित् ॥ ७ ॥ शास्त्रकाव्येऽतिदीर्घाणां वृत्तानां न प्रयोजनम्
काव्यशास्त्रेऽपि वृत्तानि रसायत्तानि काव्यवित् ॥ ८॥१३ ૧૩. ક્ષેમેન્દ્રઃ સુવૃત્તિ –તૃતીયો વિચR –. ૧-૮ (હરિદાસ સંસકૃત ગ્રંથમાલા ગ્રંથાક. ૨૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org