________________
૧૩૮
હેમસમીક્ષા સરતભવ શબ્દો વ્યાકરણથી સિદ્ધ થાય છે; સવાલ રહો એકલે દેશ્ય શબ્દને. આ સવાલના એગ્ર ઉત્તરરૂપે જુદા જ કેશની હેમચંદ્રાચાર્યે રચના કરી. આ કે તે દેશનામમાલા.
આ ગ્રંથના અભિધાને વિષે વિદ્વાનોમાં મતભેદ છે. હાથપ્રતમાં પણ મતભેદ છે. કેટલીક હાથપ્રતોમાં આ ગ્રંથને ઉલ્લેખ દેશશબ્દસંગ્રહ તરીકે કરવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય દે. ના. મા. ૧. ૨. માં “દેસીસદસંગહે” (“દેશી શબ્દસંગ્રહ”) એવું નામ આપ્યું છે. કેટલીક હાથખતેમાં તેનો ઉલ્લેખ દેશનામમાલા તરીકે કરવામાં આવ્યા છે. ગ્રંથને અંતે આપેલી ગાથામાં “રયણાવલિ” તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.° દેશી શબ્દસંગ્રહ એ નામ બરાબર સૂચક નથી. કારણે કે શબ્દમાં ધાતુ અને નામ એ બંનેને
c. Prof. Banerjee : a. 71. Fl. Intro, P. xxxv ff.; also see Prof. Pischel & Prof. Ramanujswami : સે.ના. મ. Intro. P. vii f. ૯. દે. ના. મા. ૧. ૨.
णीसेसदेसिपरिमलपल्लवियकुहलाउलत्तण
विरइज्जई देसीसहसंगहो वण्णकमसुहओ ॥ ૧૦. દે, ના. મા. ૧૭ઃ
इय रयणावलिणामो देसीसट्टाण संगहो एसो
वायरणसैसलेसो रइओ सिरिहेमचंदमुणिवइणा ॥
આ લેક પ્રમાણે હેમચંદ્રાચાર્યને “રત્નાવલી” એ નામ જ અભિપ્રેત છે. પાછળના લેખકોએ-અને હાથપ્રતૈએ એ નામ સ્વીકાર્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org