________________
૧૪૪
હેમસમીક્ષા સવિસ્તર ચર્ચા સહિત નેધ્યા છે. અહીં તે તેને નામનિર્દેશ માત્ર કરી સંતોષ માનીશું. તે કોષે અને લેખકે આ પ્રમાણે છે : અભિમાનચિહ્ન, અવન્તીસુંદરી, ગોપાલ, દેવરાજ, દ્રોણું અથવા દ્રોણાચાર્ય, ધનપાલ, પાઠે દૂખલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક, શામ્બ, શીલાંક અને સાતવાહન. આ ઉપરાંત સારતરદેશી અને અભિમાનચિહ્નસૂત્રપાઠને ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે. ધનપાલના ઉલ્લેખ સાથે જે ઉતારા છે, તે પાઈઅલચ્છિનામમાલામાં દૃષ્ટિગોચર થતા નથી. આથી સિદ્ધ થાય છે કે ધનપાલની કેઈ બીજી કૃતિ હેમચંદ્રાચાર્ય સમક્ષ છે અને તેને ઉપગ દે. ન. મા. માં કરવામાં આવ્યો છે.
હેમચંદ્રાચાર્યે દષ્ટાંત–ગાથાઓ આપેલી છે તેના ઉપર ટીકા કરતાં પ્રો. પીશલ જણાવે છે કે તે ન સમજાય તેવી અને અર્થહીન છે.૨૦ પરંતુ દેનુશાસન જેવા ગ્રંથમાં આપેલી દષ્ટાંતગાથાઓ જેટલી જ તે અર્થસૂચક અને કવિત્વવાળી પણ છે. કેટલીક ગાથાઓનાં પાઠાન્તરે બરાબર સમજાયાં ન હોવાને લીધે છે. પશલે એ આક્ષેપ કર્યો હોય એમ લાગે છે. પ્રો. મુરલીધર બેનરજીએ કેટલીક ગાથાઓને અર્થપૂર્વક સમજાવવા પ્રસ્તાવનામાં પ્રયત્ન કર્યો છે. કેટલીક ગાથાઓ હું નીચે ટાંકું છું.
दइयम्मि सावराहे एंते डोलियविसालणयणाए डोंगिलिणिहित्तवीडयकडणमिसओ परंमुहीए ठियं ॥
(દ. ના. મા. ૪. ૧૨) 20. Pischel & Ramanujaswami :2. 91. 91. Intro. (Pischel) P. 29–30.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org