________________
હેમસમીક્ષા ગયો છે; તો ચાંદની ખીલી ન હોય તેવામાં વાળુ કરવાને બાને મારે ઘેર આવજે.”
દે. ના. મા.ની દૃષ્ટાંતગાથાઓ ગાથાસપ્તશતીની કવિત્વભરપૂર ગારપરંપરાને સાચવી રહેલી છે. પ્ર. પીશલને આક્ષેપ આથી નકામે કરે છે; ઉલટું એમ દેખાઈ આવે છે કે આ ગાથાઓને બરોબર સંપાદિત કરી કોઈ અર્થસંવલિત કરે તે તેમાંથી તત્કાલીન સાદી સામાજિક સ્થિતિમાંથી ઉત્પન્ન થતી કાવ્યભાવનાને આપણે મૂર્ત બનેલી નિહાળી શકીએ. દ. ના. મા. માં નધેલા કેટલાક શબ્દોમાં તે કાળની રૂઢિઓ, સામાજિક રિવાજે, રમતો, ગૃહસંબધે ઈત્યાદિના ઉલ્લેખો ભરપૂર પ્રાપ્ત થાય છે. ૨૧
ઉપરની બાબતો ઉપરાંત દે. ના. મ. ની ખાસ ઉપયુક્તતા તે તેના દેશ્યશબ્દસંગ્રહમાં વસેલી છે. આપણા કેટલાય અર્વાચીન ગૂજરાતી શબ્દોની પ્રાચીનતા આ કેષ મારફતે સિદ્ધ કરી શકાય છે. ગૂજરાતી ઉપરાંત આર્યાવર્તની અર્વાચીન દેશ્ય ભાષાઓના શબ્દસમૂહનું ઐતિહાસિક તત્ત્વ નક્કી કરવા માટે દે. ના. માં. ઘણે ઉગી ગ્રંથ છે. ગૂજરાતી ભાષાને માટે તો તેનું એ દષ્ટિએ પરિશીલન અત્યંત આવશ્યક છે, તેના વિના ગૂજરાતી ભાષાના શબ્દશાસ્ત્રને ઇતિહાસ પાંગળે છે એમાં શક નથી. ડે. પી. એલ. વૈદો દે. ના. મા. ના દેશ્ય શબ્દોમાંના કેટલાકને અર્વાચીન મરાઠી શબ્દ સાથે સરખાવ્યા છે. રર . એ. એન.
૨૧. દા. ત.; દે. ના. મા. ૧. ૭૨. “ગાવવો” ઉપર વૃત્તિમાં ધ; દે. ના. મા. ૧. ૧૫૩. “મોદી” ઉપર નોંધ; વગેરે.
32. Dr. P.L. Vaidya : Observations on Hemacandra's Des’inamamala.' Amuals of B. O, R. Iust. Vol. VIII Part I. April. 1926.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org