________________
૧૧૪
હેમસમીક્ષા - થાશ્રય કાવ્ય એ ભટ્ટિકાવ્ય જેવું જ કાવ્ય છે અને તેથી ક્ષેમેન્દ્રને હિસાબે તે કાવ્યશાસ્ત્ર કહેવાય. કાવ્યના શબ્દાર્થનું સાહિત્ય અને ઉત્તમ અલંકારથી પ્રધાન દૃષ્ટિએ તે મંડિત હોવું જોઈએ; અને બીજી દષ્ટિએ તે મારફતે શાસ્ત્રનું પ્રતિપાદન થવું જોઈએ. રસને પિષે તેવાં જાત જાતનાં વર્ણવૃત્તોથી તે સુશોભિત હેવું જોઈએ. આ ગુણે થાશ્રય કાવ્ય સારી રીતે પુષ્ટ કરે છે.
એક ગુજરાતી તરીકે, ગુજરાતના સુવર્ણયુગના વિધાયક પુરુષ તરીકે અને નજરોનજર જેનાર તથા અનુભવનાર તરીકે શ્રી. હેમાચાર્યો આ કૃતિની રચના કરી છે. બંગાળના સેન અને પાલ વંશના રાજાઓની પૂરી વંશાવળીઓ મળતી નથી (પછી ખરા ઈતિહાસની વાત તો દૂર રહી), જ્યારે માળવાના વિદ્યાપ્રેમી પરમાર રાજાઓની વંશાવળી અને કથાનકે ઉપર વિસ્મૃતિનાં જાળાં વળગી ગયાં છે;–ત્યારે ગૂજરાતના રાજવંશની કડીએ કડી મળે છે, તેને ગૌરવની ગાથાઓ તેના પ્રતિભાવાન સુપુત્રોએ કર્ણપ્રિય કાવ્યોમાં ગાઈ છે, તે કાળના કીર્તિપ્રબ અને તે સમયના રીતરિવાજે હજુ પ્રજામાં જીવંત રહ્યા છે. ગુજરાતમાં નિરામિષાહારને સામાન્ય પ્રચાર અર્વાચીન કાળમાં પણ કુમારપાલની સ્મૃતિ જીવતી રાખી રહ્યું છે. દારુની વિનાશક ટેવને દૂર કરનાર કુમારપાલ અત્યારે પણ જાણે જાગ્રત થઈ આપણી સામે બેસી રહ્યો છે. યાશ્રયકાવ્ય આ કારણને લીધે ગૂજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org