________________
પ્રાકૃત વ્યાકરણ
૧૨૭ ઉપર વિષયક્રમ આઠમા અધ્યાયમાં શ્રી હેમચન્દ્રાચાર્યું ચર્યો છે. કઈ પણ સામાન્ય દૃષ્ટિ નાખનારને પણ માલમ પડશે કે ત્રણ વિષયોની ચર્ચા વિસ્તારથી હેમચંદ્ર મૂકી છે. (૧) પ્રાકૃતભાષાની–મહારાષ્ટ્રી પ્રાકૃતની ચર્ચા: ૧૨ (૨) ધાત્વાદેશેઃ અને (૩) અપભ્રંશ. અપભ્રંશનાં સૂત્રે મહારાષ્ટ્રી કરતાં ઓછાં છે પરંતુ તેની ઉપયુક્તતા હેમચંદ્રાચાર્યને મન વધારે છે. વૃત્તિમાં પણ હેમચંદ્રાચાર્યે તેને દષ્ટતાથી-દુહાઓથી–અલંકૃત કરવી એગ્ય ધારી છે. પ્રાકૃતનાં સૂત્રો વધારે છે પરંતુ વૃત્તિમાં તેનાં દષ્ટાંતે તેમણે આપ્યાં નથી; તે પ્રકૃષ્ટ પ્રાકૃત હોઈ સાહિત્યમાં તે તેનાં અઢળક દષ્ટાતો મળી શકે તેમ હતાં. અપભ્રંશનાં દૃષ્ટાંતો પણ અપભ્રંશ સાહિત્યમાં અઢળક મળે તેમ હતાં, પરંતુ અપભ્રંશની એક વિશિષ્ટતા હતી. તે એ કે તે લેકમાં જીવતી હતી. અપભ્રંશ લોકોની
–ગૂજરાત, મારવાડ, રજપૂતાનાના પ્રદેશના નિવાસીઓનીબેલાતી ભાષાની વધારે સમીપ હતી. સરસ્વતીકઠાભરણકાર ભજે, બાલરામાયણ અને કાવ્યમીમાંસાના રચયિતા રાજશેખરે અને એક દૃષ્ટિએ દંડીએ પણ અપભ્રંશને પશ્ચિમ આર્યાવર્તમાં પ્રવર્તતી ઉલ્લેખેલી છે.૧૩ પ્રાચીન ગૂજરાતી અને અપભ્રંશની તુલના કરતાં દેખાઈ આવે છે કે તેમની સગાઈ અત્યંત ઘાડી
૧૨. જુઓ પાછળ આપેલું પૃથક્કરણ મહારાષ્ટ્ર પ્રાકૃત-હેમચંદ્રના ઉલ્લેખ પ્રમાણે કેવળ પ્રાકૃત” માટે વધારેમાં વધારે સૂત્રો મૂકવામાં આવ્યાં છે.
૧૩. દંડીઃ વ્યાં . રર-૩૬; મોઃ સરસ્વતીરામર ૨. ૧૩; ગરોલર : વ્યમીમાંસા : પાન. ૩૪; પાન. પ૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org