________________
પ્રાતવ્યાકરણ
૧૨૧ હેમચંદ્રાચાર્યે સમૃદ્ધ અને રસિક પણ બનાવ્યું છે. એની ચર્ચા આપણે પાછળથી હાથ ધરીશું.
હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ એટલે શબ્દાનુશાસનને આઠમો અધ્યાય. હેમચંદ્રાચાર્યે પ્રાકૃતના મુખ્ય સ્વરૂપ હેઠળ પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી તથા ચૂલિકાપશાચીની ચર્ચા કરી છે અને છેવટના ભાગમાં અપભ્રંશની ચર્ચા કરી છે. સામાન્ય રીતે વિદ્વાનો આર્યાવર્તના પ્રાકૃતવૈયાકરણોની બે શાખાઓ સમજે છે. પાશ્ચાત્ય શાખાના પ્રાકૃતિવૈયાકરણોનાં વાલ્મીકિનાં સૂત્ર ઉપર ત્રિવિક્રમ, લક્ષધર, સિહરાજ વગેરેએ ટીકા લખી છે. શ્રી હેમચન્દ્રાચાર્ય પણ પાશ્ચાત્યશાખાને અનુસરે છે, અને પ્રાકૃત ભાષાઓની વિસ્તૃત ચર્ચા તેઓ સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયમાં આલેખે છે. પૌરસ્ય શાખાના પ્રાકૃતવૈયાકરણોમાં આ વરરુચિ છે. વરચિનાં સૂત્રો ઉપર ભામહે ટીકા કરી છે. આ શાખાને અન્ય પ્રતિનિધિઓ રામતર્કવાગીશ, માર્કડેય વગેરે છે. પૌરસ્યશાખાને વૈયાકરણના પ્રાકૃત અને અપભ્રંશ આદેશોની તુલનાત્મક ચર્ચા કરતા ગ્રંથે હમણાં જ એક ફેંચ વિદુષીએ પ્રસિદ્ધ કર્યા છે. શ્રીઅરસન, પીશલ, હર્નલ વગેરે
૮. આ વિષય માટે સરખાવો: Sir. A. George Grierson: “ It is I think certain that there are two distinct schools of Prakrit Philology in India. The first, or Eastern School, was derived from Vararuci, (himself an Easterner ), and descended from him through Lankes'vara and Kramdis'vara, to Ramas’arman and Markandeya. The second, or Western School, is based on the so-called Valmiki Sutras, now extant only in
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org