________________
૧૦૬
હેમસમીક્ષા જ્યોતિર્ભાવના કે પછી અર્થની ઘનતા ઉપરના લેકેમાંથી પ્રતીત થતી નથી. આ ઉપરાંત કેટલેક સ્થળે વ્યાકરણ ઉપરના અભિનિવેશને લીધે કવિ અત્યન્ત અસ્પષ્ટ પણ બની જાય છેઃ
जात्वजीयिषिषति न कश्चिद्यच्छ्रियः क्षितिभुजीह यथेष्टम् द्राक्स्वराद्यपरनामजधात्वेकस्वरावयववद्विरभूवन् ॥११ “સ્વરથી બીજા (=વ્યંજનથી) શરૂ તથા નામધાતુને એક સ્વરવાળે અવયવ જેમ યથેષ્ટ દ્વિત્વને પામે છે, તેમ એ રાજા હતો ત્યારે સર્વની લક્ષ્મી યથેષ્ટ રીતે બેવડી બની–તેથી કોઈ એક બકરી સરખીની ઇચ્છા કરતું નથી.”
આ લેક તો એક દષ્ટાંત તરીકે છે પરંતુ આ પ્રકારના અનેક શ્લોક ઠંથાશ્રય કાવ્યમાં માલૂમ પડે છે. આવી રચના કાવ્યતત્ત્વને પિષક નથી તેમજ ઈતિહાસદર્શનને પણ ક્ષતિકારક છે. દાખલા તરીકે, પાટણના વર્ણનમાં નીચેને લેક વારંવાર ટાંકવામાં આવે છે?
प्राङ् शौर्यवृत्तौ प्राङ्कुच्छास्त्र प्राङ्शमे प्राङ्क समाधिषु प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ्क्षडङ्गयामितो जनः ॥१२
“અહીંના માણસો શૌર્યવૃત્તિ, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, દર્શન અને ષડગ એ સર્વેમાં પ્રથમ છે.”
આ શ્લેકમાં ૪, ૬, સ ની વૈકલ્પિક સંધિ જેટલી નજરે ચડે છે, તેટલું પાટણનું વર્ણન નજરે ચઢતું નથી. પ્રા ના અનેક વાર ઉલ્લેખમાં વ્યાકરણની અભિપ્રેતતા વધારે તારી
૧૧. ૧૨.
ક્યાય : સ. ૮. લો, ૩૦. યાશ્રય ઃ સર્ગ. ૧. લે. ૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org